SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પાર્લમેન્ટને ઉડાડી મૂકવાનું કાવતરૂં કેટલાક અસંતોષી કેથેલિકાએ એવા ખેત રચ્ચે, કે પાર્લમેન્ટની નીચેના ભાંથરામાં દારૂ ભરી સળગાવી મૂકવા, અને રાજા અને પાર્લમેન્ટના સભ્યોના સામટા ઘાણ કાઢી નાખવા. તેમણે પાર્લમેન્ટની પાડાશમાં ઘર ભાડે રાખ્યું, અને ત્યાંથી સુરંગ ખોદી પાર્લમેન્ટના મકાન નીચેના ભાંયરામાં દારૂ ભર્યું. તેમા સંકેત એવેા હતેા, કે ઇ. સ. ૧૬૦૫ના નવેમ્બરની પાંચમી તારીખે રાજા પાર્લમેન્ટ ખુલ્લી મૂકવા આવે, ત્યારે અંદરના દારૂ સળગાવી દેવા. પરંતુ ૧૦ દિવસ બાકી રહ્યા, ત્યારે એક કાવતરાખોરે પેાતાના મિત્રને પત્ર લખી ચેતવણી આપી, કે તમે પાંચમી નવેમ્બરે પાર્લમેન્ટમાં હાજર ન રહેશે; કેમકે પાર્લમેન્ટ પર ગેબી આફત આવી પડવાની છે. આ માણસ પત્ર લઈ પ્રધાન પાસે દાડયા, પ્રધાન રાજા પાસે ગયા, અને રાજાએ ભાંયરાં તપાસવાના હુકમ કર્યાં. અંતે ગાઈ ફીકસ નામે એક તરકટી પકડાયા, અને તેને ફાંસીએ લટકાવવામાં આવ્યું. આને લીધે દેશમાં કેથોલિકા વિરુદ્ધ સખત લાગણી ફેલાઈ. પરિણામે કેટલાંક વર્ષ સુધી કેથેાલિકા પર જુલમ ગુજારવામાં આવ્યું. :: જેમ્સ અને પાર્લમેન્ટ : રાજાના ઈશ્વરી હકને માનનારા જેમ્સ પાર્ટીમેન્ટથી સ્વતંત્ર રહેવા પ્રયત્ન કરે તેમાં શી નવાઈ ? જેમ્સને અને પાર્થમેન્ટને કાયમનો વિરોધ રહ્યો. પહેલીજ પાર્લમેન્ટના નિમંત્રણપત્રમાં જેમ્સે જણાવ્યું, કે રાજાની કૃપાથી લોકાને રાજ્યવહીવટમાં ભાગ મળે છે, માટે તમારે સર્વેએ અમુક મતના પ્રતિનિધિએ મેકલવા. પરંતુ પાર્લમેન્ટ પેાતાની સત્તા ટકાવી રાખવાને નિશ્ચય કર્યો, અને રાજાને સાફ જણાવી દીધું, કે ઈંગ્લેન્ડમાં પાર્લમેન્ટની સંમતિ વિના રાજા રાજ્ય કરી શકતા નથી, અને તમને કાઈ એ ખીન્દ્રે કંઈ કહ્યું હોય તેા માત્ર ભરમાવ્યા છે. એમ છતાં તકરારની શરૂઆત થઇ, એટલે પાર્લમેન્ટ રાજાને માંમાગ્યાં નાણાં શી રીતે આપે? પરંતુ રાજાએ પહેલાંના દાખલા લઈને જકાત વધારવા માંડી, અને ખુશામતી ન્યાયાધીશાએ રાજાનું કાર્ય કાયદેસર ઠરાવ્યું. પરિણામે પાર્લમેન્ટે રાજા જોડે બીજી રીતે સમાધાન કરવાના પ્રયત્ન કર્યાં, પરંતુ કશું વળ્યું નહિ. એ પછી ઇ. સ. ૧૬૧૦માં પાર્લમેન્ટ વિસર્જન થઈ. પરંતુ ઉડાઉ રાજા નાણાં વિના શું કરે ? એક બાજુએ પાર્લમેન્ટની મંજુરી વિના ૯
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy