SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Sતા પ્રમાણે ચાલવું જોઈએ. વળી રાજ તે દેશના કાયદાથી પણ પર છે; મતલબ કે ધારે તે તે કાયદો તેડી શકે યા ફેરવી શકે. જો કે જેમ્સને અમલ ટયુડરે કરતાં વધારે આપખુદ ન હત; પરંતુ ટયુડરો ચતુર હોઈ દેશકાળને ઓળખી પ્રજાની રૂખ જઈને વર્તતા. એથી ઉલટું ટુઅર્ટોમાં મેટી ખોડ એ હતી, કે તેઓ લેકેની પરવા કરતા નહિ, અને સત્તાના ગર્વમાં મદોન્મત્ત બની સ્વછંદે વર્તતા. * ધાર્મિક કલહક જેમ્સ ગાદીએ આવ્યો, ત્યારે દેશમાં ત્રણ પક્ષ હતા (૧) ઈલિઝાબેથે સ્થાપેલા સ્વરૂપના પ્રેટેસ્ટન્ટ-એપિસ્કેપલ, (૨) કેથલિક પંથીઓ, અને (૩) મ્યુરિટન લેકે. ઇલિઝાબેથે ધાર્મિક ઝગડાનો અંત આણ્યો હતો. પણ તેથી કેથલિક અને યૂરિટનોને સંતોષ થયે ન હતું. જેમ્સ ગાદીએ આવ્યો, ત્યારે ત્રણે પક્ષના મનમાં એમ થયું, કે રાજા અમારા પક્ષ કરશે. યૂરિટને ધારતા હતા કે પ્રેઅિટિરિયન ધર્મના વાતાવરણમાં ઉછરેલે રાજા અમારી વહાર કરશે. તેમણે ઉપાસનાવિધિ સાદી કરવાની રાજાને અરજ કરી. આ તકરારનું સમાધાન કરવા રાજાએ હેપ્ટન કોર્ટના મહેલમાં ધર્મગુરુઓની સભા બોલાવી, પરંતુ આ સભાનું કંઈ પરિણામ આવ્યું નહિ. ઉલટું રાજાએ તે એપિસ્કેપલ પંથ પ્રત્યે પિતાનું વલણ બતાવ્યું, એટલે મ્યુરિટને નારાજ થયા. થોડા વખતમાં ૩૦૦ મ્યુરિટન પાદરીઓને રજા આપવામાં આવી. પરંતુ એ સભાનું એક શુભ ફળ આવ્યું; ધર્મની તકરારોનું નિરાકરણ કરવા માટે બાઈબલની જરૂર પડી, એટલે તેને અનુવાદ કરવામાં આવ્યો. અગાઉના અનુવાદો કરતાં આ અનુવાદ ઘણે શુદ્ધ હતા. યૂરિટન પાદરીઓ ભક્તસમાજ પાસે બાઈબલને ઉપદેશ વાંચતા, અને લેકે હોંશે હોંસે તે સાંભળતા. આ પછી આશરે ૨૦૦ વર્ષ સુધી બાઈબલનું ભાષાંતર કપ્રિય પુસ્તક ગણાયું; ખેડુતોના ઘરમાં પણ બીજું કંઈ નહિ, તો પણ બાઈબલ તે હેયજ. ગાદીએ આવતા પહેલાં જેમ્સ કેથલિકને કંઈક રાહત આપવાનું વચન આપ્યું હતું. આથી શરૂઆતમાં જેમ્સ કંઈક નરમાશ બતાવી, પણ પાછળથી પાર્લમેન્ટના દબાણથી તેને સખતાઈ કરવી પડી. •
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy