SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મજુંર કરાવતા. હેનરી ૮માનું ધર્માધિપત્ય પાર્લામેન્ટ મંજુર રાખ્યું. ઉમરા નબળા પડવાથી આમવર્ગના હાથમાં પહેલવહેલી સત્તા આવી એટલે તેમને તેને બરાબર ઉપયોગ કરતાં આવડયું નહિ. ટયુડર રાજકર્તાઓએ મધ્યમ વર્ગને ચઢાવવાની મહેનત કરી હતી, એટલે રાજા તરફ તેમનું વલણ રહે એ પણ સ્વાભાવિક હતું. આથી પાર્લમેન્ટ કઈ કઈ સમયે મળતી, ત્યારે રાજાના લાભના કાયદા કરીને વીખરાતી. પરંતુ દેશમાં શાંતિ સ્થપાઈ સમૃદ્ધિ આવી, અને સ્પેન જેવા જબરા શત્રુને ભય દૂર થયો, એટલે ઈલિઝાબેથનાં છેલ્લાં વર્ષોમાં પિતાના હકે ઉપર લેકોનું ધ્યાન ગયું. હવે તેમણે પાણી બતાવવા માંડયું. રાણી અને પાર્લમેન્ટ વચ્ચે કોઈ કોઈ પ્રસંગે ચકમક ઝરવા લાગી. દેશમાં અશાંતિ ન થાય અને ધર્મની રક્ષા થાય, એ માટે પાર્લમેન્ટ વારંવાર રાણીને વારસ નીમવાની દરખાસ્ત કરતી. રાણીએ એ વાત કરવાની મના કરી, એટલે એક સભ્ય દરખાસ્ત લાવ્યો, કે આ સભાના સભ્યને વિચાર અને વાણીની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. વળી ધાર્મિક કાયદા વિરુદ્ધ એક સભ્ય બે હતું, તેને રાણીએ પાર્લમેન્ટમાં બેસવાની ના કહી, એટલે બીજા સભ્ય કેપ્યા. રાણીએ સમય ઓળખી જઈને હુકમ પાછો ખેંચી લીધે. એજ પ્રમાણે સભ્યોએ ઈજારા આપવાની એવી હઠ લીધી, કે છેવટે રાણીને નમતું આપવું પડયું, અને ઈજારા બંધ કરવાની ફરજ પડી. નવી પાર્લમેન્ટના સ્વતંત્ર અને શુરા સભાસદો તેમજ કેટલાક યૂરિટન સભાસદે સત્યના આગ્રહી હતા; તેઓ કેઈના નમાવ્યા નમે તેવા ન હતા. ટયુડર રાજકર્તાઓ આપમુખત્યાર હોવા છતાં જુલમગાર ન હતા. તેઓ દેશનું અને પ્રજાનું હિત કરવા લક્ષ આપતા. લેકમતને પક્ષમાં લઈને કામ કરવાથી તેઓ કપ્રિય રહેતા. ટુઅર્ટ રાજાઓમાં આવો એક ગુણ ન હતા, એટલે સ્વતંત્ર સત્તાને દાવો કરવા જતાં રાજા અને પાર્લમેન્ટની વચ્ચે તકરાર પેઠી. ૨. ઉદ્યોગ અને વાણિજ્ય છે , અસલના વખતમાં ગામડાંના ખેડુત ખેતી કરીને ગુજરાન ચલાવતા. પછી ઘેટાં ઉછેરવાનું કામ વધી પડયું, પણ એથી ખેડુતોને દુઃખ પડયું કાચું
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy