SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ કાઢયા. આ ઉજજડ ટાપુઓ જોઈ તેઓ હતાશ થઈ પાછા આવ્યા. ઈંગ્લેન્ડ ત્યાર પછીનાં પચાસ વર્ષ સુધી આ શેમાં કશે ભાગ લઈ શકયું નહિ. નવા દેશેની શોધ કરવામાં મુખ્યત્વે કરીને સ્પેન અને પિોર્ટુગલના લેકે હતા. વીસ વર્ષ પછી મેગેલન નામના પોર્ટુગીઝ નાવિકે મોટી સફર કરી. એ સાહસિક પુરુષ આટલાંટિક ઓળંગી બ્રાઝિલ ગયે. ત્યાંથી છેક દક્ષિણે એક સામુદ્રધુનિ પાસે આવ્યું, અને તેને મેગેલનની સામુદ્રધુનિ એવું નામ આપ્યું. આ સામુદ્રધુનિથી આગળ વધીને પાસિફિક મહાસાગરમાં થઈ લગભગ એશિઆના કિનારા પાસે પહોંચી, ત્યાંથી હિંદી મહાસાગર ઓળંગી, કેપ આવું ગુડ હોપ આગળ થઈને, તેને કાલે સ્વદેશ આવ્યો. રસ્તામાં મેગેલન મરણ પામ્યો, પરંતુ આખી પૃથ્વીની સફર કરનાર એ પહેલે કાલે (ઈ. સ. ૧૫૧૯–૨૨) હતો. આ પ્રદક્ષિણાથી સાબીત થયું, કે પૃથ્વી ગોળ હેવી જોઈએ. આવી શોધમાં સ્પેન અને પોર્ટુગલના લોકોનો મુખ્ય ભાગ હતું, એથી તેઓ નવા શેધેલા દેશો ઉપર તેમને હક માનવા લાગ્યા. તેમણે ન મુલક વહેચી લેવાને પણ ઠરાવ કર્યો. પરંતુ અંગ્રેજે, વલંદા, અને ફ્રેન્ચ નવા દેશમાં વેપાર કરવા ગયા, એ વાત સ્પેન અને પોર્ટુગલના લેકને ગમી નહિ. એથી ખલાસીઓને અંદર અંદર તકરારો અને લડાઈઓ થવા લાગી. ' યુરેપને નવી દુનિયાની શોધથી બહુ લાભ થશે. મધ્ય યુરોપમાં ભૂમધ્ય સમુદ્ર અગત્યને હઈ તેના કિનારા પર આવેલા દેશનું મહત્વ ઘણું અંકાતું. હવે આટલાંટિક મહાસાગરની અગત્ય વધી, અને તેના કિનારા પર આવેલા ઇંગ્લેન્ડને વિશેષ લાભ થયો. આ નવી દુનિયાની શોધને લાભ ઈગ્લેન્ડે આ રીતે મેળવ્યું. ઈલેન્ડની પ્રાકૃતિક રચના તેના દરિઆઈ વેપાર માટે અનુકૂળ ગણાય છે. એડવર્ડ અને મેરીના ધાર્મિક જુલમને કારમે કાળ જતા રહ્યા પછી દેશમાં શાંતિ સ્થપાઈ. તે દરમિઆન અંગ્રેજો દરિયા પર કાબુ મેળવવા લાગ્યા. પરંતુ સ્પેનને બળવાન રાજા ફિલિપ અંગ્રેજોને નવી દુનિયા જોડે વેપાર કરવા દેતો ન હતો. ૧. કોલંબસે ખંડસ્થ ભૂમિ પાસેના ટાપુ શેડ્યા હતા. પછી અમેરિગે વેસ્પસી નામને નાવિક ખંડસ્થ ભૂમિમાં ગયો. તેણે એ ભૂમિનું નામ અમેરિકા પાડયું. ઈ. સ. ૧૫૦૦માં પોર્ટુગીઝ વહાણવટી કેબ્રલે દક્ષિણ અમેરિકાની શેધ કરી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy