SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસુલભ થઈ પડયું. લેકે જાતે પુસ્તકો વાંચી વિચારી સ્વતંત્ર અભિપ્રાય દર્શાવવા લાગ્યા. ધાર્મિક ગ્રન્થોને અભ્યાસ કરીને અનેક વિદ્વાને ધર્મએના કાન પકડાવે તેવા થયા. અમુક માણસ આમ કહે છે માટે તે ખરું, એમ માનવાને બદલે મૂળમાં શું છે તેની તપાસ થવા લાગી. પરિણામે જણાયું કે ધર્મગુરુઓ ભ્રષ્ટ થઈ ગયા છે, અને તેમના ધર્મોપદેશ સશાસ્ત્ર નથી, એટલે ધાર્મિક સુધારા માટે લેકની ઝંખના વધતી ગઈ. ઈલેન્ડમાં પણ નવી વિદ્યાની અસર થઈ. ઈગ્લેન્ડ, જર્મની, અમે નેધલેન્ડઝમાં કેટલાક લોકોએ ગ્રીક ભાષામાં લખાએલું બાઈબલ સ્વતંત્ર રીતે વાંચી શકાય એટલા માટે ગ્રીક ભાષાનો અભ્યાસ કર્યો. ઓકસફર્ડ નવા પંડિતનું ધામ થઈ પડયું. જડૅન કોલેટ, ઈ રેસ્મસ, અને ટોમસ મેર બધા પંડિતને અગ્રેસર હતા. કૉલેટે બાઈબલની આજ્ઞા પ્રમાણે રહેણીકરણી પર ભાર મૂકો. ઈરેસ્મસે છટાદાર ભાષામાં ધાર્મિક વહેમો ઉપર કટાક્ષમય અને વિનોદમય લખાણ કરી લોકોની બુદ્ધિને સતેજ અને સાવધ બનાવી. ટોમસ મેરે આદર્શ સમાજની રૂપરેખા દેરી. હેનરી ૮માએ નવા પંડિતને ઉત્તેજન આપ્યું, પણ તે પરદેશ જોડે ખટપટમાં ઉતર્યો, એટલે કંઈ વધારે કરી શકે નહિ. વુલ્સીએ જોયું કે ધર્માલયમાં વેળાસર સુધારા નહિ થાય, તે ધર્મગુરુઓનું આવી બનશે. તે પિપને પ્રતિનિધિ થયો, અને પોપ થવાની પણ તેને ઉમેદ હતી, પણ પિતાનો ઈરાદો પાર પાડતા પહેલાં તેને અમલ ઉતરી ગયો. પરંતુ પોપની એકહથ્થુ સત્તાના અંતને કે વાગી ચૂકે; એ સત્તાને વિરોધ કરનાર અને પોપના સાર્વભૌમ અધિકારને ઠોકર મારનાર જર્મનીમાં જન્મી ચૂક્યો હતો. તેનું નામ માર્ટિન લ્યુથર હતું. માર્ટિન લ્યુથરઃ આ સાધુ પુરુષ ખાણ ખોદનાર ગરીબ માણસને પુત્ર હતો. તેના પિતાનો વિચાર તેને ધારાશાસ્ત્રી બનાવવાનો હતો, પણ તેનું વલણ ધાર્મિક હોવાથી તે મઠમાં જઈ ધર્મગ્રંથોને અભ્યાસ કરવા લાગ્યો. વિટેનબર્ગના વિશ્વવિદ્યાલયમાં તે ધર્મશાસ્ત્રને અધ્યાપક નિમાય. તેણે બાઈબલ પર વ્યાખ્યાન આપી શકાય તે માટે તેને ઉડે અભ્યાસ કર્યો. તે એવાં તો સુંદર વ્યાખ્યાન આપો, કે પરદેશી વિદ્વાને તે સાંભળવા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy