SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારતનુ વેધક [ ૨૧૩. નાગાનાથી ભિન્ન અને કેરલના બૌદ્ધ સંન્યાસી જણાય છે. એના ટીકાકાર નરસિંહ પણ કેરલના છે. ટીકાકારના સમય શ્રી. શ ંકર મેનન ઈ. સ. આઠમા શતકમાં અને સૂત્રકારને તે પહેલાં પાંચમાથી સાતમા શતકની વચ્ચે માને છે, પણ એ સમયનિણૅય માટે અપાયેલા પુરાવા પૂરતા નથી લાગતા. તન્ત્રયુક્તિવિચાર નામના નીલમેધ વૈદ્યને રચેલા એક ગ્રન્થ પણ કેરલીય છે. આ નીલમેધ વૈદ્યનું અપર નામ વૈદ્યનાથ હતું. એ ગ્રન્થના મંગલધ્યાનમાં ઇન્દુ અને જે~ટને ભણાવતા વાહટ (વાગ્ભટ)ને ઉલ્લેખ છે. એ જોતાં કર્યાં વાગ્ભટ અને જેટ પછી થયા છે. કારે તે ચાક્કસ કહેવું મુશ્કેલ છે. શ્રી. શંકર મેનન નીલમેધ વૈદ્યને શકરાચાર્યના સમકાલીન ગણે છે, પણ એમની દલીલ હૃદયગ્રાહી નથી; પણ અષ્ટાંગહૃદયની લોકપ્રિયતા, વાગ્ભટવિષયક દંતકથા, તન્ત્રયુક્તિવિચાર જેવા ગ્રંથની રચના વગેરે કેરલમાં ઉત્તરના આયુર્વેદિક ગ્રન્થાના સારા પ્રચાર દર્શાવે છે. રસેાપનિષદ નામને પાર્વતીપરમેશ્વરના સંવાદરૂપ અષ્ટાદશાધ્યાયાત્મક એક ગ્રન્થ ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝમાં છપાયા છે, જેમાં રસવિદ્યાની જ માટીમાંથી ધાતુ કાઢવાની તથા કીમિયાની વાતા રસહૃદય વગેરેથી કાંઈક જુદી રીતે કહેલી છે અને રસયેગા નથી. રસમહાદધિ નામના કાઈ મોટા ગ્રન્થના ભાગ હાય એવા આ ગ્રન્થ છે. કેરલના વૈદ્યવર કાલિદાસનેા રચેલા વૈદ્યમનારમા નામના એક ગ્રન્થ આયુર્વેદ ગ્રન્થમાળામાં ( આઠમું પુષ્પ ) છપાયા છે. ઉપર નાંધ્યા છે તે ઉપરાંત ધારાક૫૩, હરમેખલા', સહસ્ર ૧. જીએ રસવેશેષિકસૂત્રની શ્રી, વચિસેતુ ક્ષ્મી ગ્રન્થાવલિ આ. ( ગ્રન્થાંક ૮)માં શંકર મેનનનેા અગ્રેજી ઉપેાદ્ઘાત જી, ૧૨, ૧૪, ૨. એજન, પૃ. ૨૦. ૩. ધારાકલ્પ નામના એક ગ્રન્થ આયુર્વેદ . ગ્રન્થમાળા( પુષ્પ મુ)માં છપાયા છે, અને સ્વેદકર્માની કેરલમાં પ્રચલિત પદ્ધતિ માટે એ જોવા જેવા છે. ૪. ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં હમેખલા ગ્રન્થ ૧૯૩૭માં છપાવે છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy