SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ]. આયુર્વેદને ઈતિહાસ સિંહલદ્વીપના વૈદ્યો મેટે ભાગે આ ગ્રન્થને અનુસરીને ચિકિત્સા કરે છે. ગરત્નાકર નામને ગ્રન્થ મયૂરપાદ ભિક્ષુ નામના પ્રખ્યાત વૈદ્ય રચેલે છે. આ પણ યોગસંગ્રહ છે. કેરલમાં આયુર્વેદ– કેરલ જેકે દ્રવિડદેશ નથી, પણ દક્ષિણ ભારતને તો છેડે ગણાય. એ પ્રદેશમાં અષ્ટાંગહૃદયને ઘણે પ્રચાર છે. ખરી રીતે વૃદ્ધત્રયીમાંથી અષ્ટાંગહૃદયનું જ પઠન પાઠન ત્યાં થાય છે. સામાન્ય વૈદ્યો માટે તે એ સિવાય બીજે વૈદ્યક ગ્રન્થ જ ન હોય એવું વલણ રૂઢ છે, પણ કેરલના વૈદકમાં કેટલીક વિશેષતા છે. સ્નેહ દાદિ પંચકર્મ કરવાની ત્યાં સામાન્ય પ્રથા છે. ત્યાંના વંઘકમાં આ કર્મો મોટો ભાગ ભજવે છે અને એ કર્મો માટે ખાસ સાધને વપરાય છે. બીજી વિશેષતા કેરલમાં કેટલાક વૈદ્યો જ લીલી અને સૂકી એષધીય વનસ્પતિઓ વેચવાનો ધંધો કરે છે. અને કેરલમાં અગદતંત્રને ઘણો પ્રચાર છે. કેટલાંક વૈદ્યકુટુઓ જૂના કાળથી વિષવૈધકનું કામ કરનારાં છે. કેરલમાં અષ્ટ વૈદ્ય નામથી પ્રસિદ્ધ આઠ વૈકુટુઓ છે. તેઓના મૂળપુરુષે પરશુરામાવતારના વખતમાં અષ્ટાંગ આયુર્વેદના એક એક અંગમાં પારંગત હતા એવી દંતકથા છે. આ કુટુઓ નમ્બદ્રી બ્રાહ્મણ ગણાય છે અને સારી સ્થિતિમાં છે. તેમાંના કોઈ કેઈને રાજ્ય તરફથી જૂના વખતમાં દાને મળ્યાં છે. કેરલના વૈદ્યક સાહિત્યમાં અષ્ટાંગસંગ્રહની ઇન્દુ ટીકા કરવામાં લખાઈ હોવાને રાંભવ છે. પછી ભદત નાગાર્જુનરચિત રસવૈશેષિકસૂત્ર નામનો ગ્રન્થ તથા તેના ઉપરનું નરસિંહકૃત ભાષ્ય કેરલ દેશમાં લખાયેલ છે. આ રસવૈશેષિકસૂત્રમાં આરોગ્યશાસ્ત્રની મીમાંસા છે. આ પ્રકારને હું ધારું છું કે આ એક જ ગ્રન્થ આયુર્વેદિક સાહિત્યમાં છે. આ ગ્રન્થના કર્તા ભદન્ત નાગાર્જુન, સભાષ્ય રસવૈશેષિકસૂત્રના સંપાદક શ્રી. શંકર મેનન કહે છે તેમ, બીજા
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy