SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] આયુર્વેદને ઈતિહાસ પણ વિજ્ય રક્ષિતને સમય હર્નલે ઈ. સ. ૧૨૪૦ માં મૂક્યો છે તેમાં શંકા પડવાનું એ કારણ છે કે વિજયરક્ષિતના શિષ્ય શ્રીકઠે હેમાદ્રિને ઉલ્લેખ કર્યો છે એ જોતાં વિજયરક્ષિત અને શ્રીકંઠ ઈ. સ. ૧૩૦૦ પહેલાં થયા હોવાનો સંભવ નથી અને વાચસ્પતિ તે પછી ઈ. સ. ૧૪ મા શતકમાં થયા હોવા જોઈએ. તેણે ઉલેખેલો મહમ્મદ તે મહમ્મદ ઘેરી નહિ, પણ પછીનો દિલ્હીને સુલતાન અલાઉદીન મહમ્મદશાહ પહેલે (ઈ. સ. ૧૨૯૬ થી ૧૩૧૬) કે મહમ્મદ તઘલખ (ઈ. સ. ૧૩૨૫ થી ૧૩૫૧) ગમે તે હોય અને હમ્મીર તે રણથંભેરને ચોહાણ હમ્મીર (ઈ. સ. ૧૨૮૨ થી ૧૩૦૧) હોય એમ બધા ઉલ્લેખ જોતાં મને લાગે છે. (૧૧) હેમાદ્રિ–અષ્ટાંગહૃદય ઉપર બીજી ટીકા હેમાદ્રિની આયુર્વેદરસાયન નામની છે. આ ટીકા ઘણો પ્રયત્ન કર્યા છતાં હજી સુધી સૂત્રસ્થાન અને ક૫સિદ્ધિ સ્થાનની જ પૂરી મળી છે. અને એ ઉપરાંત નિદાનચિકિત્સાસ્થાનના પાંચછ અધ્યાયની ૧૯૩૯ ની નિ. . ની આવૃત્તિના સંપાદકને મળી છે, જોકે બાકીના ભાગની ટીકા પણ હેમાદ્રિએ રચી હશે એમ શ્રી પરાડકર માને છે. આ હેમાદ્રિ ચતુર્વર્ગચિન્તામણિ નામના ગ્રન્થના રચનાર તરીકે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. તે દેવગિરિના યાદવરાજા મહાદેવ (ઈ. સ. ૧૨૬૦ થી ૭૧) અને તેના અનુયાયી રામચન્દ્ર (ઈ. સ. ૧૨૭૧ થી ૧૩૦૯) ના મંત્રી હતા અને તેણે ઘણું સંસ્કૃત ગ્રન્થ લખ્યા છે. હેમાદ્રિ કે હેમાડપંતને નામે મહારાષ્ટ્રનાં ઘણું જૂનાં બાંધકામે પણ ચઢયાં છે. આયુર્વેદ ૧. વાડ્મટવિમર્શ, પૃ. ૩૩ ૨. જુઓ દક્ષિણ પૂર્વ સમયને ઇતિહાસ તથા બહેમાદ્રિ યાચે ચરિત્ર', મરાઠી પુસ્તક.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy