SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાકારે [ ૧૬૨ જુદી વાત, પણ તે અષ્ટાંગહદયની ઉપર સિવાયની હાથપ્રતમાં મળતું નથી. એટલે વામ્ભટે આ ગ્રંથ રચ્યા હોય એમ માનવામાં શંકા રહે છે. વૃદત્રયીના ટીકાકારે વૃદ્ધત્રયીમાં જેમ દઢબલની અનુપૂર્તિ વગરની ચરકસંહિતા પહેલી રચાઈ છે તેમ એના ઉપરની ટીકા પણ પહેલી રચાઈ છેઘણુ કરી ઈ. સ. પાંચમા શતકમાં. (૧) ભટ્ટાર હરિન્દ્ર–ચરકના ટીકાકારમાં પહેલું નામ ભટ્ટાર હરિશ્ચન્દ્રનું મળે છે. તેની રચેલી ચરકન્યાસ નામની ટીકાના શરૂઆતથી સૂત્રસ્થાનના ત્રણ અધ્યાય સુધીના ભાગનું એક પુસ્તક મદ્રાસના સરકારી પ્રાચ પુસ્તકાલયમાં મળેલું છે, અને રાવળપિંડીના આયુર્વેદાચાર્ય પં. મસ્તરામ શાસ્ત્રી તરફથી કટકે કટકે છપાય છે. પહેલે કટકા છપાઈ ગયો છે. બાણ કવિએ જે ભટ્ટાર હરિશ્ચન્દ્રને હર્ષચરિત' (ઉ.૧, . ૧૨) માં ઉલ્લેખ કર્યો છે તે આ જ અને ટીકાકાર જજજટ પિતાને વાગ્યટના શિષ્ય ગણે છે અને તેણે હરિચક્રને ઉલેખ કર્યો છે. વળી વાટ પહેલાં હરિન્દ્ર થઈ ગયો હોય એમ ચક્રપાણિ માને છે અને છેવટ મહેશ્વરે “વિશ્વપ્રકાશકશ'ના આરંભમાં ચરકના ટીકાકાર હરિચંન્દ્ર સાહસક રાજાના વૈદ્ય હતા એમ કહેલું છે. એ બધા પુરાવાને આધારે સાહસિક એટલે વિક્રમાદિત્ય અને ગુપ્તવંશને ચંદ્રગુપ્ત બીજે એ જ વિક્રમાદિત્ય એવા ઈતિહાસવિદોના મતને અનુસરી વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્યો ભટ્ટાર હરિશ્ચન્દ્રને સમય ઈ. સ. પાંચમા શતકમાં માને છે. ૧. જુઓ સટીક ચકસંહિતા. નિ. કે. ની ૧૯૪૦ ની આવૃત્તિને ઉપદ્યાત તથા “આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૧૮, પૃ. ૧૮૧ માં બીજી આવૃત્તિના ઉપાદ્યાતને અનુવાદ, તેમ જ એ જ પુ. માં પૃ. ૧૩૪ ઉપર ભટ્ટાર હરિશ્ચન્દ્ર નામનો લેખ,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy