SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર ] : 'આયુર્વેદને ઇતિહાસ અષ્ટાંગસંગ્રહને અષ્ટાંગહૃદય સંક્ષેપ છે; અષ્ટાંગસંગ્રહમાં સૂ. ના ૪૦, શારીરના ૧૨, નિદાનના ૧૬, ચિ. ના ૨૪, કલ્પના ૮ અને ઉત્તરના ૫૦ મળી કુલ ૧૫૦ અધ્યાયો છે, જ્યારે અષ્ટાંગહૃદયમાં કુલ ૧૨૦ અધ્યા છે. વળી, અષ્ટાંગસંગ્રહમાં ગદ્યપદ્યના મિશ્રણવાળી કિલષ્ટ રચના છે, જ્યારે અષ્ટાંગહૃદયમાં વિદ્યાથીને યાદ રાખવામાં અનુકૂળ સરસ પદ્યમય રચના છે. અધ્યાય ઓછા કરવા સિવાય રચના બેયની એક જ છે. અલબત્ત, કવચિત અષ્ટાંગસંગ્રહની વિગતે જેમ અષ્ટાંગહૃદયમાં છોડી દીધી છે, તેમ નવી ઝીણું વીગતો ઉમેરી પણ છે. દિનચર્યાધ્યાય (અષ્ટાંગહૃદય સૂ. અ. ૨)નો વધારો ઘટાડો ઉપર ને છે. બીજા દાખલાઓ અભ્યાસીઓ શોધી શકશે. વાડ્મટના આ બે ગ્રન્થોમાંથી અષ્ટાંગસંગ્રહ કદાચ એની રચનાની કિલષ્ટતાના કારણે બહુ લોકપ્રિય થયો નથી, પણ અષ્ટાંગહૃદય ખૂબ લોકપ્રિય થયું છે. દક્ષિણમાં, વિશેષતઃ મલબાર તરફ, સૈકાઓથી એ જ વૈધકને મુખ્ય પાઠ્યચન્ય છે. “ી વારમટનામr =” એ પ્રચલિત ઉક્તિમાં સત્યાંશ જરૂર છે. વાગભટે ઉપર કહેલા ગ્રન્થ ઉપરાંત અષ્ટાંગનિઘંટુ અને અષ્ટાંગાવતાર નામના પ્રત્યે પણ રચ્યા હેવાનું વૈદ્ય હરિશાસ્ત્રી પરાડકર કહે છે અને પુરાવામાં સેંધે છે કે મદ્રાસની એરિયેન્ટલ લાઇબ્રેરીના કેટલોગમાં “શ્રી વાહટે રચેલ અષ્ટાંગહૃદય સંહિતામાં અષ્ટાંગનિઘંટુ સમાપ્ત થયે” એવી પુપિકાવાળી હાથપ્રત હોવાની નોંધ છે તથા અરુણદક્તિ (સૂ. અ. ૧, શ્લો. ૫ ની ) 'ટીકામાં “આ જ તંત્રકારે અષ્ટાંગાવતારમાં કહ્યું છે એમ લખ્યું છે. પણ અષ્ટાંગાવતારની હાથપ્રત હજી સુધી ક્યાંયથી મળી નથી અને અષ્ટાંગનિઘંટુ મદ્રાસ તરફના કોઈ વૈદ્યને ઉમેરો હેય તે ૧. જુઓ અ. હ. ની નિ. મે, ૧૯૩૯ ની આવૃત્તિમાં વાગ્યવિમર્શ, ૫, ૨૬, ૨૭.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy