SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સ`હિતાઓ [ ૧૧૯ ખાસ કેવું મકાન રાખવું, કેટલી સામગ્રી રાખવી તથા કેટલાં માણસા તહેનાતમાં રાખવાં તેની સવિસ્તર સૂચનાઓ કરી છે. રાજાને કે ધનિકને પેાતાને માટેની આ ઇસ્પિતાલને મળતી પણ કદાચ નાના પાયા ઉપરની સ ંસ્થા સમય વૈદ્યો પેાતાના સામાન્ય દર્દીઓ માટે પેાતાના મકાનમાં ઊભી કરતા હોય એ સંભવિત છે, પણ જાહેર ઇસ્પિતાલની સૂચક કાઈ વાત સંહિતામાં મળતી નથી. એ માટે ખીજા ઐતિહાસિક સાધનની જ મદદ લેવી પડે છે. "C આતુશાળાઓ (ઇસ્પિતાલા )—મૌય ચક્રવર્તી શાક મહારાજાએ પેાતાના દેશમાં તથા પોતાના પડેાશી રાજાઓના દેશામાં સત્ર મનુષ્યચિકિત્સા અને પશુચિકિત્સા પેાતે સ્થાપી છે તથા મનુષ્ય તેમ જ પશુએ માટે જ્યાં ન હોય ત્યાં ઔષધેા લઈ આવીને રાખ્યાં છે તથા ચપાવ્યાં છે” એમ એના ખીજા શિલાશાસનમાં ક્રાતરાવ્યું છે. અહીં ‘ મનુષ્યચિકિત્સા ' અને ‘ પશુચિકિત્સા ' શબ્દોથી શું સમજવું? ચિકિત્સા માટે કાંઈક સગવડ રાજ્ય તરફથી કરવામાં આવી હશે એમ સમજાય છે. એને પ્રંસ્પિતાલ નહિ તે ઇસ્પિતાલપ્રથાના આરંભ કહી શકાય. . > અશાકના કાળ પછી લગભગ છસેા વર્ષે ઈ. સ. ૪૦૫ થી ૪૧૧ ની વચ્ચે ભારતમાં મુસાફરી કરનાર ચિનાઈ યાત્રાળુ ફ્રાહ્વાન લખે છે કેર “ મગધની રાજધાનીમાં એક સરસ ધર્માદા ઇસ્પિતાલ હતી. કાઈ પણુ જાતના રાગથી પીડાતા નિરાશ્રિત ગરીબ દર્દી એ બધા એમાં આવે છે. એ દર્દીઓની સારી રીતે સંભાળ લેવામાં આવે છે. એક ચિકિત્સક તેની ચિકિત્સા કરે છે. તેઓને આવશ્યક ૧. જીએ ઇન્સ્ક્રિપ્શન આફ અશાક' હર્ટ્ઝનું, પૃ. ૫૧, ૬૬ તથા • ગુજરાતના ઐતિહાસિક લેખા', ભા. ૧, લેખ. ૧. ૨. જીએ ફાહ્યાનની મુસાફરીએના જાઇલ્સના તરજૂમામાંથી વિન્સેન્ટ સ્મિથે કરેલા ઉતારા, આ. ૩, પૃ. ૨૬,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy