SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રકરણ ૨ . થાય છે. કલકત્તાની રાજ્યસભાએ દુષ્કાળની અસરનું માપ લેવાના હેતુથી જીલ્લે જીલે કરીને નક્કી કર્યું હતું કે તે વખતે બંગાળાની વસતિને ત્રીજો ભાગ, એટલે લગભગ એક કરીડ માણસ, દુષ્કાળને લીધે યમપુરીમાં પહેાચ્યું હતું. એક તરફથી ગામે ગામ વાટે વાટે અને શેરીએ શેરીએ માણસો મરણ પામતાં હતાં; અને તેમના રક્ષણને માટે કંઇપણ ઉપાયેા લેવામાં આવ્યા ન હતાઃ ત્યારે કમ્પનીના નાકરાના કૃત્યોથી મરણની સખ્યામાં વધારા થતા હતા. તેમના ગુમાસ્તાઓએ—લાકાના સદંકટમાંથી મોટા નફે। મેળવવાના હેતુથી-દાણા વેપાર એક હાથે કર્યો એટલુ જ નહિ પણ આવતી મેાશમને માટે રાખી મૂકેલું ખી પણ વેચી દેવાની ખેડૂતોને ફરજ પાડી. આ વાતની ખબર પડથાથી કાર્યધુરંધર સભાને અત્યંત તિરસ્કાર ઉત્પન્ન થયા, અને પોતાના પત્રમાં લખે છે કે “ અમે આશા રાખીએ છીએ કે આવી રીતે કમ્પનીની ભલાઇની હામે થનાર અને સાર્વજનિક સંકટમાંથી નફે લેવાની દાનત રાખનાર ગુન્હેગારાને ચેાગ્ય શિક્ષાએ àાચાડયા હશે.” પણ કમ્પનીની ભલાઇ પોતાને સ્વાર્થ હેાય ત્યાં એટલી પ્રકટ થતી નહતી. અને વસતિને ત્રીજો ભાગ નષ્ટ થયા તથા ત્રીજા ભાગની જમીન ઉજ્જડ પડી રહી છતાં મહેસુલમાં કંઇ ધટાડા કર્યાંનું આપણા જોવામાં આવતું નથી. ૧૭૭ર ના નવેમ્બરની ૩ જી તારીખે વારન હેસ્ટિંગ્સ નીચે પ્રમાણે લખેછે. આ ઇલાકાની ત્રીજા ભાગની વસ્તીનાશ પામી છે અને ખેતી પણ એટલા પ્રમાણમાં ઓછી થઇ છે, તેા પણ ૧૭૭૧ ની ચાખ્ખી વસુલાત સને ૧૭૬૮ ની વસુલાત કરતાં પણ વધારે આવી છે. આવાં મોટાં સંકટના બીજા પરિ ણામેાના પ્રમાણમાં મહેસુલ પણ ઘટવી જોઇએ, પણ ઘટાડા નથી થયા તેનું કારણ એ છે કે બલાત્કારથી તેને જુના પરિમાણેજ રાખવામાં આવીછે.”* *Extracts from office records; quoted from Hunter's Annals of Raran Bengal 1858 • 381.
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy