SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિાસ.' ૫૧ રહિત છે ત્યારે તે આસપાસના મુલકમાંથી ખરીદી કરી શકતા નથી અને જ્યારે જ્યારે દુષ્કાળ આવેછે ત્યારે લાખા લેાકેા મરણ પામેછે. સને ૧૭૬૯ ની શરૂઆતમાં ભાવ ચઢી ગયા હતા, એટલે દુષ્કાળ સમીપ હાવાનુ ચિન્હ પ્રકટ થઈ ચૂક્યું હતુ, પણ તે વર્ષે મહેસુલ હુ મેશ કરતાં વધારે સખ્તાઇથી ઉધરાવવામાં આવી હતી. આખરે વર્ષાદ ન આવ્યા છતાં કલક ત્તાની રાજ્યસભા કાર્ય ધુરંધર મડળ ઉપરના તા. ૨૩ નવેમ્બરના પત્રમાં મહેસુલ ઞગડી જવાની ધાસ્તી બતાવે છે, પણ સંકટ નિવારણના કાંઇ ઉપાયની વાત કરતી નથી. સને ૧૭૭૦ ના ૯ મી મે ના પત્રમાં લખેછે કે દુષ્કાળની ભરણુ સંખ્યા, અને રાંકાનેા કકળાટ વર્ણવ્યાં જાય તેવાં નથી. એક વખતે જ્યાં પુષ્કળ સમૃદ્ધિ હતી તે પુર્ણિયાના જીલ્લામાં ત્રીજા ભાગની વસ્તી નાશ પામી છે અને બીજે ઠેકાણે પણ સાંકટ એટલાં જ છે. તા. ૧૧ મી સપ્ટેમ્બરે લખેછે કે, આહીંના વતનીઓ ઉપર જે સંકટ પડેછે તેનું ગમે તેવુ વર્જીન આપીએ તે અતિશયકત થઇ શકેજ નહિ. તેથી વસુલાત આટલી એછી આવી છે તે માટે આપને કઇ પણ આશ્ચર્ય લાગશે નહિ. પણ અમને સ ંતોષ થાયછે કે અમે ધારતા તેના કરતાં તે ઘણી વધારે વસુલાત આવી છે.’’૧૭૭૧ ની ૧૨ મી ફેબ્રુઆરીના પત્રમાં લખેછે કે, છેલ્લા દુષ્કાળમાં મહા સંકટ હતુ અને લોકની સંખ્યા ઘણી ઘટી ગઇ છે છતાં, ગાળા અને બિહારની જમાળીમાં આ વર્ષને માટે કંઇક વધારા કરવામાં આવ્યા છે.” ૧૭૭૨ ની ૧૦ મી જાન્યુઆરીએ લખે છે કે વસુલાતના દરેક ખાતામાં વસુલાત લેવામાં અમારી ઇચ્છા પ્રમાણે કેતેહ મળીછે.’+ મનુષ્ય જાતિના ઇતિહાસમાં જેને જોટા ન મળી શકે તેવાં સંકટનાં આ વર્ષોંમાં જમીનની મહેસુલની આવી સખ્ત વસુલાતની વાત વાંચીને ધણું દુ:ખ rr "6 (" Extracts from the India office Records quoted in Hunter's Annals of Rural Bengal 1868 p. p. 399-400-401.
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy