SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ યદુવંશ પ્રકાશ અવસાનઃ તેઓશ્રીની ઉપાધીઆ વધી જતાં, નામદારશ્રીની તબિયત લથડી વ ગઇ, તેા પણ નરેન્દ્રમડળની બેઠકમાં પાતે ચેન્સેલરપદે બીરાજ્યા. અને ત્યાં પેાતાની ફરજ સંપૂર્ણ બજાવી, તા: ૨૬ માર્ચ ૧૯૩૩ના રોજ દેલ્હીથી જામનગર પધાર્યાં. તેજ દિવસે બપારના તે નામદારશ્રીની તબીયત બગડવાનાં ચિન્હો જણાયા બીજે દિવસે ઉધરસ સાથે ફેફસામાં દુ:ખાવા સાથે શરદીની અસર થતાં, પાતે પથારીવશ થઇ ગયા. તા. ૧ લી. એપ્રીલની સાંજ સુધી સારી આશાએ રહેતી. પણ મધ્ય રાત્રીના ત્રણ વાગ્યા પછી નામદારશ્રીનું હૃદય ભીંસાવા લાગ્યું. જેને પિરણામે તા. ૨૭ એપ્રીલના પ્રભાતના પાણાપાંચ વાગતાં પોતાના રાજ્યઅમલના છવીસ વર્ષ પુરાં કરી શાન્તિથી આ ભૌતિક શરીરના ત્યાગ કર્યાં. (વિ. સ. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૭) તે વખતે નામદાર એજન્ટ ટુ ધી ગયર આનરેખલ મી. લેટીમર સાહેબની હાજરી જામનગરમાં હેાવાથી, તેમને ટેલીફાનથી આ દિલગીરી ભરેલા સમાચાર જણાવતાં, તેઓ જામમગલે આવ્યા, અને મહુમ જામશ્રી રણજીતના દેહને છેલ્લી સલામ કરી માન આપ્યું. ત્યારમા નામદાર એજન્ટ ટુ ધી ગવર્ જનરલ સાહેબે બધા સેક્રેટરીઓને માજીના હેાલમાં એલાવ્યા, અને કહ્યું કે “નામદાર મહારાજા જામસાહેબે, મને ખાનગીમાં વાત કરેલ છે કે તેઓશ્રીએ નામદાર વાયસરોયની સ`મતિથી રાજકુમારશ્રી દિગ્વિજયસિંહુજીને પોતાના વારસ તરીકે પસંદ કરેલ છે.” રાજકુમારશ્રી દિગ્વિજય સિહજી સાહેબ માત્ર બે દિવસ પહેલાંજ સુખદ પધાર્યાં હતા. પણ તા. પહેલી એપ્રીલની સાંજે તેઓશ્રી જામનગર આવવા ગુજરાત મેઇલમાં રવાના થયા હતા. તા. મીજીના રોજ સવારમાં વહેલા અમદાવાદ રેલ્વે સ્ટેશન મારફત કરેલા તાર તેઓશ્રીને મળતાં તેઓશ્રી એરોપ્લેનમાં મેસી દસ વાગતામાં જામનગર પધાર્યાં. તે પછી રાજ્યના રિવાજ મુજબ મહુભ જામશ્રી રણજીતસિંહજીના દેહની ધાર્મિક રીતે અંતિમ ક્રિયાઓ કરવામાં આવી અને મહુમ જામશ્રી રણજીતસિહુજીના માનમાં આઠ દિવસની સખ્ત હુડતાલ પાડવામાં આવી હતી. (પ્રથમ ખંડ) તારીખ શ્રીજી એપ્રીલ (તેજ દહાડ) સાંજના છ વાગતાં દરબારગઢની ચાપાટમાં નામદાર એ. જી. જી. એ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતુ. જેના તરજુમા નીચે મુજબ છે :-- “હું આપ સૌની દિલગીરીમાં ભાગ લઉં છું. અને મારી લાગણી જાહેરમાં બતાવવાની મને તક મળી તેને માટે મગરૂબ છું, મર્હુમ મહારાજાસાહેઅને છેવટના પ્રસંગ સિવાય અગાઉ મળવાના મને પુરતા પ્રસંગ પ્રાપ્ત થયે ન હતા. પરંતુ તેમના જીજ પ્રસગમાં હું પુરી રીતે સમજી શકયા છઉં કે તેમના નવાનગર સ્ટેટના × દિલ્હીથી પધાર્યા પછીની સર્વ કિકત ઇ. સ. ૧૯૩૩-૩૪ના વાર્ષિક રીપોટ ઉપરથી લીધેલી છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy