SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતકાળની ઝંખના આપણે ઘણી વાર આપણા ભૂતકાળની ઝંખનાના કેદી બની જઈએ છીએ. હંમેશાં વટથી કહીએ છીએ કે જે જૂનું હતું તે જ સારું હતું; જે કંઈ નવું છે તે નરસું છે અને વર્તમાન ઉદાસીન છે. સમજદાર મન જૂના અને નવા વચ્ચે પસંદગી કરીને કહે છે, “આ બન્નેમાંથી જે સારું છે તે મારું છે.” – ચિત્રભાનુજી પ્રકરણ ૧૮ઃ અહિંસાની વૈશ્વિક જાગૃતિ ત્રભાનુજીએ જૈન સમુદાય સાથે નિકટનો સંપર્ક કેળવીને દૂરદેશાવરના આ પ્રવાસો કર્યા. સિંગાપોરની જૈન સોસાયટીના વીસ વર્ષ સુધી પ્રેસિડન્ટ ઇ રહેલા નગીનભાઈ દોશીને કારણે તેમણે અનેક વાર સિંગાપોરનો પ્રવાસ કર્યો. તેમણે સૌથી પહેલી વાર એક ઉપાશ્રયની શરૂઆત સમયે ૧૯૭૮માં સિંગાપોરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ૧૯૮૦ અને ૧૯૯૦માં પર્યુષણની ઉજવણી સમયે તેમને ફરી ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. તેમણે જ્યારે ૧૯૯૦ની સાલમાં શ્રી સુશીલ મુનિ, જિનચંદ્રજી અને શ્રી કુમારપાળ દેસાઈ સહિત ભારત, કેન્યા અને યુ.કે.ના ૧૦૦ પ્રતિનિધિઓ સાથે સિંગાપોરમાં યોજાયેલ એશિયા જૈન કોન્ફરન્સની મુલાકાત લીધી ત્યારે ત્યાંના જૈનોને તેમના પ્રત્યે ખૂબ કૃતજ્ઞતાની લાગણી થઈ હતી. હોંગકોંગની ત્રણ દિવસની સફર પછી તેઓ ફરી એક વાર ૧૯૯૫ના માર્ચ મહિનામાં સિંગાપોર ગયા હતા. સિંગાપોરની જૈન રિલિજિયસ સોસાયટીએ ત્રણ દિવસીય સેમિનાર પેસિવ રીસ રિસોર્ટમાં યોજ્યો હતો – આ સ્થળ વિચારોની આપલે કરવા, ધ્યાન ધરવા તથા આત્મસંશોધન માટે સુંદર પરિસર અને શાંત વાતાવરણ ધરાવતું હતું. ચિત્રભાનુજીએ જૈન સમુદાય સાથે મળીને ખૂબ જ ખંતપૂર્વક કામ કરીને સિંગાપોરની સરકારને પત્રો લખ્યા જેથી જૈન ધર્મને સિંગાપોરમાં અધિકૃત ઓળખ પ્રાપ્ત થાય. ૧૯૯૯ના ફેબ્રુઆરીમાં ગુરુદેવ કૉમ્યુનિટી હોલના ઉદ્ઘાટન પ્રસંગે - ૧૫૭ – ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy