SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरण ७ मुं. नियमा वैश्या आई वणिका /સત્તાવાર રમતિ શાનમ્ | નીમા વણિક મહાજનને આદિથી તે આજ સુધીને ઈતિહાસ જાણવાને પ્રયત્ન કર્યો છે. તેમાં જેટલી મળી શકી તેટલી સામગ્રી મેળવી તે બધીને યોગ્ય સ્થળે ગઠવી એક સરળ હારમાળા બનાવી છે. છતાં એ હારમાળામાં અમુક ચિન્તકને કંઈક અનુચિત ખતરે જણાય છે. તે ખતરાને સારભાગ એ છે કેનીમા વણિઆ વિ. સં. દશમા સૈકાથી બારમા સૈકામાં હયાતિમાં આવ્યા જણાવ્યું, છે. પરંતુ જૂને ઈતિહાસ એમ કહે છે કે નીમા વણિકને હરિશ્ચંદ્ર રાજાએ ઔદુમ્બર બ્રાહ્મણને યજ્ઞદક્ષિણમાં સેવા કરવાની શરતે દાનમાં સેપ્યા. હરિશ્ચંદ્ર રાજાને સમય અને આ વિ. સં. દશમા બારમા સૈકાના સમય વચ્ચે બહુજ અંતર છે. તે આ બેમાંથી ખરું કર્યું? તે ખતરાને બની શકે તેટલે ખુલાસો કરવા આ પ્રકરણ લખવામાં આવ્યું છે. આપણે પહેલા પ્રકરણમાં જોયું કે –આ સિંધુ નદી ઉપર આવ્યા ત્યારથી ઠરીઠામ થઈ ગામ વસાવી અને પછી મેહન–ડે, હરપ્પા, તક્ષશીલા વિગેરે શહેરે વસાવી નગરવાસી બન્યા. પ્રથમ તે કુટુંબને વડો સઘળું કામ પિતેજ કરતે. તેમાં ખાસ દેવકાર્ય અને જ્ઞાનકાર્ય એ મુખ્ય હતાં અને પિતાની સ્મરણશક્તિ સતેજ હોવાથી સદા યાદ રાખતા. પછી પિતાના વડા દીકરાને એ દેવકાર્ય અને જ્ઞાનકાર્યનાં સૂત્રે મેએ ગેખાવતા. તેમને પ્રથમ વડે, તે સૂત્રે પરમાત્માએ કહ્યાં છે તે સાંભળી પિતે અમલમાં મૂકે છે એમ કહેતા. તે શ્ર=સાંભળવું એ ધાતુ ઉપરથી એ સુત્રને સંગ્રહ તે કૃતિ એટલે વેદ એવું નામ પડયું. પ્રથમ બનાવે" આ પણ બધું મુખ પાઠ. આ પ્રથમ ઠંડા અને પહાડી પ્રદેશમાંથી આવેલા એટલે તેઓ શરીરે મજબૂત બાંધાના, તેજસ્વી ચહેરાના, અને મગજ શક્તિઓ બધી તેજદાર હેવાથી તેઓ શારીરિક અને માનસિક મહેનત બહુ સરળતાથી અને વધારે ફળપ્રદ કરી શકતા. પછી ભરતખંડની ગરમ હવામાં વધારે વસવાટના સબબે તેમનાં શરીર અને મગજને આળસ અને થાકને અનુભવ થયો. આ તરફ વસ્તી પણ વધી, એટલે કુટુંબના વડાએ રક્ષણનું કાર્ય ક્ષત્રિયને, ખેતીવાડી, પશુપાલન, ને વ્યાપાર એ વૈશ્ય વર્ણને સેપ્યાં તે આપણે જોયું | કૃષિ ક્ષ વાણિજ્યું વૈર્ષમાવગમ્ . આ સુત્ર ઠરાવી વૈશ્યને તે કમ સેપ્યું. હરિશ્ચંદ્ર રાજાના
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy