SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ રૂદ્રમહાલય જેવાં મંદિરોનાં મુહુર્ત શેધી કાઢનાર કચ્છ પ્રાંતના ઉદ્ધડ જોશીએ અને રૂદ્રાદિત્ય જેવા સ્થાપત્યના નિષ્ણાતો કે જેમણે રૂદ્રમહાલય બાંધ્યું હતું તેવા કારીગરો હતા. તેવા સમયમાં એટલે વિક્રમ સંવત પુર્વે ત્રણ સૈકાથી વિ. સં. સાતમા સૈકા સુધીના એક હજાર વર્ષના સમયમાં ભરતખંડ આખી દુનિઆમાં સુખ અને સમૃદ્ધિમાં અજોડ હતું. તેની સમૃદ્ધિથી લેભાઈ મહાન સિકંદર જેવા પરદેશીઓ ચઢી આવ્યા. પરંતુ સંસ્કારી પ્રજાના સંગઠ્ઠનના બળે, વિષ્ણુગુપ્ત (ચાણક્ય) જેવા મુત્સદી બ્રાહ્મણોએ અને પીરસ જેવા નીડર ક્ષત્રીઓએ તેને હંફાળે એટલું જ નહીં પણ એવી છાપ પાડી કે તે પછીના એક હજાર વર્ષ સુધીમાં કઈ રાજ્ય કરવા ચઢી આવ્યું નહીં. છતાં બાકટ્રીઅન, સીથીઅન, શક, વિગેરે પ્રજાનાં ટેળાં અહીં આવવા લાગ્યાં, તે નમ્રભાવે ઉપરીપણાને દાવે નહીં. અહીંની ઉદાર પ્રજાએ તેમને પિતાનામાં ભેળવી દીધા. પરંતુ ચકર અને ડાહ્યા ધર્મ ધુરંધરેએ પિતાપિતાના ધર્મની સંસ્કૃતિ સદેદિત કાયમ રહે તે માટે શંકાની નજરે વિચાર્યું અને તેની રક્ષા માટે ભૂગર્ભને આશરે છે. તે વખતના ઈજનેરે, કળાકારે, મુર્તિસર્જકે સૌદર્ય શેખીને એમની મદદ લેઈ તેમની વિદ્યાની યોગ્ય કદર કરી પિતાનું રક્ષણ કરી લીધું. ઇરાની ગુફાઓ બની તે સમયે દેશમાં ચાલતા મુખ્ય ત્રણ સંપ્રદાય વચ્ચે સખત હરિફાઈ ચાલતી હતી વાગ્યધ થતાં હતાં પરંતુ તે બધાં અહિંસક હતાં, એ સત્ય વસ્તુ આ ગુફાઓ સાબીત કરી આપે છે. હરિફાઈ એટલે દુશ્મનાવટ નહીં. કેઈનું અન્યાયથી બુરું ઈચ્છવાનું કે કરવાનું નહિં. મતભેદમાં પ્રીતિભેદ નહે છે. સામા પક્ષને ન્યાયની દષ્ટિએ સમજાવી તેને હરાવી પિતાને મિત્ર બનાવ એ નીતિ હતી. શ્રીમાન આદ્ય શંકરાચાર્યે કર્મણી મંડનમિગ્રી સાથે વાદ વિવાદ કરી જ્ઞાનગી બનાવી પિતાના શિષ્ય સમુહમાં સર્વોપરિ બનાવી દ્વારકાના શંકરાચાર્ય બનાવ્યા. આવી એ સુવર્ણયુગના એક હજાર વર્ષની નીતિ હતી. એ નીતિ અનુસાર પિતાના અને પિતાના હરિના ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ અર્થે રક્ષણ શોધવામાં ત્રણે સંપ્રદાયોની ૩૪ ગુફાઓ એક જ સ્થળે ઉતરાવી. એ દષ્ટિ, સામા મતભેદવાળા ઉપર ઉદારતા ને સહિષ્ણુતા સિદ્ધ કરી આપે છે. આ ઉદારતા સબળપક્ષની છે એમ માનવાની કઈ ભૂલ ન કરે. કારણ કે તે વખતે કઈ પણ એક સંપ્રદાયનું સામ્રાજ્ય નહોતું. સઘળા ધર્મો ધરકદર ચાલતા હતા. એટલે આ ઉદારતા અને સહિષણુતા એ ત્રણે સંપ્રદાયના ધુરંધરાની છે. - આ ઇરાની ગુફાઓ દોલતાબાદથી નવ મૈલ દૂર વસેલી છે. તેમાં એકંદર ૩૪ ગુફાઓ છે. તેમાં ૧૨ ગુફાઓ બૌધ ધર્મની, ૧૭ બ્રાહાણ ધર્મની અને
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy