SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત “શ્રી સિદ્ધાચલનું વર્તમાન વર્ણન” સંગ્રહકર્તા મહેતા અમરચંદ . બેહેચરદાસ તરફથી પાલીતાણા વિ. સં. ૧૯૮૧ માં પ્રગટ થયેલું તેના પ્રકરણ ૧૩ માં પૃષ્ટ ૮૯ માં લખ્યું છે કે શ્રી ચંદનમુનોનું દહેરૂ મોદીની ટુંક ઉપર છે તે મહુધાના નીમા શ્રાવકેનું બંધાવેલું છે. નીમા વાણિઓની નાત એ પ્રથમથીજ એક સ્વતંત્ર નાત તરિકે બીજી વધારે વસ્તીવાળી નાત સાથે હરળમાં માનભેર શોભી રહી છે. તેનાં અનેક કારણ છે. પરંતુ તેમાંનું મુખ્ય કારણ તે એ છે કે ચાતુર્વણ્યના સમયની આ ટ્રિક વૈશ્યવર્ણની કેમ છે. વૈશ્યવર્ણને ધર્મ (ફરજ ) પિતાની ભાઈબંધ બીજી વર્ણને માટે વ્યાપારી બુદ્ધિથી સેવા કરી તેમની સગવડ સાચવવી. એ પરોપકારી સદ્દગુણ પંદરસેં વર્ષના ઝઘડામાં અનેક કષ્ટ વેઠીને પણ પોતાની સંસ્કૃતિની અને વંશની વિશુદ્ધિ બ્રાહ્મણની પેઠે સાચવી રાખી તેથી જેમ બ્રાહ્મણે, બધી વર્ષોમાં જેવી શ્રેષ્ઠતા ભગવે છે તેવી વૈશ્ય જાતિમાંની વાણિઓની નાતમાં નમાકેમ વસ્તીમાં ઓછી હોવા છતાં (બ્રાહ્મણની માફક) અગ્રેસર પદ ભગવે છે. કાળક્રમે વૈશ્ય વર્ણના સંસ્કાર ઉપનયન, (જનોઈ) ભોજન પ્રબંધ ઈત્યાદિ વૈજ્ઞાનિક ધાર્મિક સંસ્કારમાં આજુબાજુના ઝઘડાવાળા વાતાવરણમાં અને બીજા વૈશ્યના સહકારને તદન અભાવ હોવાથી પિતે સમૂળગા અટુલા થઈ પડીશું એવા ભયથી વાણિઆ જાતિમાં ભળ્યા. તેમાં પણ પિતાની નાત-ગોત્ર-કુળદેવ, દેવી તેના આચાર વિચાર તેમના કુલગર ઇત્યાદિને સાચવી રહ્યા. ઈષ્ટ ધર્મમાં ભલે જૈન– બૌદ્ધ-સનાતની-વૈષ્ણવ આદિ ધર્મ સ્વીકાર્યો પરંતુ ગૃહસ્થાશ્રમના કુળાચાર તે પિતાના વૈશ્ય વર્ણના ચાલુ રાખ્યા છે. અને સાથે સાથે પિતાના ઈષ્ટધર્મની ભક્તિભાવના પણ ચાલુ છે. આ પંદરસેં વર્ષના ઝઘડાળુ સમયમાં પિતે નાતન નામ પલટો કર્યો છે. શરૂઆતના નિયમાં કાયમ રાખ્યા ને બીજા ભાગના વૈરય અગર થાળ એ શબ્દને બદલે એ સમયની ભાષાને વળગ્ય શબ્દ સ્વીકાર્યો. એ પ્રમાણે દશમા સૈકા પછી નિગમ દૈવાને બદલે નિયમા વાળિ સ્વીકાર્યું, ને હાલ તે ભાષા બદલાતાં નીમા વણિઆ પ્રસિદ્ધ રીતે ગણાય છે. વૈશ્ય વર્ણની જૂની સંસ્કૃતિ સાચવી રાખ્યાથી અને પરિવર્તન શાંત થતાં કેટલાક નિયમાઓને જૈન સંપ્રદાને લાભ મળવાથી તેમણે વ્યાપારને લેવામાં સ્વીકાર્યો. તેના સત્ય અને સિાનાં સન્ પિતાના જુના સંસ્કારના સેવા ભાવમાં ભેળવી દીધાથી આ નાત, બીજી વધારે સાધન સંપન્ન અને વસ્વીવાળી હોવા છતાં પણ, આગળ તરી આવે છે. આ નાત દશા અને વીશા તથા શ્રાવક અને વૈષ્ણવ એ ચાર ભાગમાં વહેંચાઈ ગઈ છે. છતાં તેમના કુળદેવ પ્રભુના પ્રતાપે એ ચારે
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy