SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩ ) - . તથા દાનશૂર રાજા, શ્રીમંતા તરફથી આપેલાં દાન સખધીનાં તામ્રપત્ર, શીલાલેખા, કપડાં ઉપરનાં લેખા એવાં એવાં સાધના ઉપરથી કંઈક કંઈક જાણવા મળે છે. પણ તે અનુક્રમ કડીબંધ પ્રમાણભૂત મળતા નથી. કારણુ કે સ્મૃતિએ પુરાણાનાં લખાણા અતિગૂઢ અને અલકારિક ભાષામાં હોય છે. જેનુ રહસ્ય સમજવા તિવ્ર બુદ્ધિશક્તિ, આસ્થા અને સત્ય જાણવાની ધગશ જોઇએ. એટલે તેવા વિદ્વાન વિજ્ઞાનીઓ પાસેથીજ ખરૂં રહસ્ય જાણવા મળે. કમભાગ્યે આવા વિદ્વાનેાની ઉણપ છે. તેથી જ્ઞાતિના જૂના ઇતિહાસ જાણવાની ઇચ્છાવાળાઓએ મળી શકે તેવાં સાધના ઉપરથી અનુમાન કરી સતેષ માનવા પડે છે. સાધકને આથી નિરાશ થવાનુ કારણુ નથી: હાલની નાતાના ઉદ્દભવ સમયે ગુજન્નતમાં જૈન સ`પ્રદાય સારી ઉન્નતિની ટાચે હતા. તેને કુમારપાળ જેવા રાજાઓના આશ્રય હતા. દાિસર્વશ’ પરમ પુજ્ય શ્રીમાન્ હેમચંદ્રસુરીશ્વરજી જેવા મહાન્ વિદ્વાન્ આચાર્ય, તેમના શિષ્યા, તેમના સાધન સપન્ન અનુયાયી શ્રાવકે વિગેરેએ તે સમયમાં લખેલા શ્રીપાલરાસ, કુમારપાલરાસ, પ્રાધ ચિંતામણી એવાં એવાં સારાં સારાં પુસ્તકા લખીને ઠામઠામ જ્ઞાન ભંડારા સ્થાપ્યા હતા. તેમાંથી નાતેના કંઈક પ્રમાણભૂત ઇતિહાસ મળી આવે છે. તે ઉપરાંત વિદ્વાન આચાર્યે અને સાધુ સમુદાયના સતત ઉપદેશથી શ્રીતિર્થંકર પ્રભુજીની ધાતુની અને શિલાની પ્રતિમાઓ ઉપર તે ભરાવનારનાં નામ, જાત, કુટુંબ, સમય, ઉપદેશક સાધુના પવિત્ર નામ સહિતના લેખા કાતરેલા હાય છે. તેવા લેખાના સંગ્રહ સાધુ સમુદાય પેાતાના વિહાર સમયે શેાધીને એકઠા કરે છે. તેવા લેખોના સંગ્રહ આચાર્યશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરે “જૈન ધાતુ પ્રતિમા લેખ સ`ગ્રહ”ના બે ભાગ બહાર પાડયા છે. તે સગ્રહના વિગતવાર ખ્યાલ શ્રીમાળીઓના જ્ઞાતિભેદ પુસ્તકના પૃષ્ટ ૧૨૯ માં સારી રીતે આપેલે છે. આ લેખ સંગ્રહના બે ભાગ સુરતથી આનંદ પુસ્તકાલયમાંથી મુનિ મહારાજ કંચન વિજયજીએ અત્રે મોકલવાની કૃપા કરી હતી. તે આ બે પુસ્તકામાંથી નીમા વણિઆના નામના ચાર અને બંગાળના બાપુજી પુર્ણ ચંદ્રનાહર એમ. એ., બી. એલ. એમણે એકઠા કરેલા લેખામાં જૂનામાં જુના એટલે સંવત્ ૧૪૯૯ ની સાલમાં નીમા વાણિઆએ ખંગાલમાં ( કઠોલામાં ) શ્રી ( આદિનાથજીનું મંદિર બંધાવ્યું તેના લેખ એમ મળી પાંચ અને બીજી ઉપયોગી અને ઇતિહાસમાં અજવાળું પાડે તેવા લેખા તથા પ્રતિમાજી ઉપરના લેખ સગ્રહમાંથી નીમા વાણિઆના નામવાળા ઉપયોગી લેખે આ પુસ્તિકાના ચૌદમા પ્રકરણમાં લીધાં છે. તે લેખાની નકલ ને તે ઉપરની વિગતવાર સમજણુ સાથે આપેલ છે, તે વાંચ્યાથી ખાત્રી થશે, એની પુનરૂક્તિ થાય તેવા ભયથી અત્રે તે લેખ ઉતાર્યાં નથી.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy