SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાણિઆ જાતિમાં જૂના સમયના વૈશ્ય, ક્ષત્રિય તથા કેટલાક બ્રાહણેના વંશજેને શંભુમેળ હતું. પરંતુ ધર્મપ્રવર્તકેએ ઉત્તર જાતિ સિવાય બીજી શુદ્ર, અતિશુદ્ર, આદિવાસી જાતિઓને સનાતન ધર્મવાળાઓએ માગવામાં અને જેના સંપ્રદાયીઓએ સંઘના ભેજન વ્યવહારમાં સાથે ભેળવ્યા નહોતા. આથી તેમને ભજન વ્યવહાર સઘળી વાણિઆ જાતિને પુર્ણ વફાદારીથી વળગી રહ્યા. . ધર્મ પરિવર્તનને લીધે સમાજ પરિવર્તન થયું તેથી બ્રાહ્મણધર્મ, બૌદ્ધધર્મ, અને જૈનધર્મ એ ત્રણેમાં ભળેલી પ્રજામાં બ્રાહ્મણ વર્ણ સિવાય બીજા વર્ણોને દરજજે, બંધ, વિગેરેને શંભુમેળ થયું હતું. હવે પછી બીજું પરિવર્તન થયું. ત્યારે આ પ્રજાને જૂની વણેમાં લેવી અશક્ય લાગવાથી તે સમયના ધર્મના તથા સમાજના નિયામકેએ બ્રાહ્મણ સિવાય બાકીની પ્રજાને સત્તર જાતેમાં વહેંચી. તે વેહેંચણીમાં અતિ ઉપયોગી એવી આ વાણિઆ જાતિને બ્રાહ્મણ પછી એટલે બીજા નંબરમાં મૂકી. હાલમાં પણ અઢારે જાતેમાં બ્રાહ્મણ પછી વાણિઆ ઉંચી જાતમાં ગણાય છે. - આ વાણિઆ જાતિ પિતાના સેવાલ વડે જૂની વર્ષોમાં ત્રીજા નંબરની વીય વર્ણમાંની હતી તેને બદલે આ નવા પરિવર્તનમાં બીજા નંબરની ગણાવવા લાગી. વળી તે જાતિમાં વસ્તીને અને તે સાથે વિસ્તારને પણ વધારે થશે. આ જાતના ધર્મોમાં (૧) ભજન પ્રબંધ (૨) ધંધા રોજગાર અને (૩) લગ્ન સંબંધ આ ત્રણ મહત્વનાં અંગે ગણાયાં. તેમાં પહેલા બે અંગેની વ્યવસ્થા કરવા માટે સંપુર્ણ સગવડ મળી ગઈ. પરંતુ લગ્ન સંબંધ જોડવાને પોતાની જાતને બહાળે વિસ્તાર હોવાથી અડચણ પડવા લાગી. આ મુશ્કેલી દૂર કરવામાં (૧) એકજ ગામ કે સ્થળ અને તેની આસપાસ રહેનારા (૨) એકજ જાતને ધંધો કરનારા (૩) એક ધર્મ સંપ્રદાયને માનનારા (૪) લગભગ સરખી રહેણી કરણી ને વિચારવાળા (૫) શારીરિક તથા માનસિક શકિતઓમાં લગભગ સરખા એવાં એવાં લક્ષણે લક્ષમાં લઈ જગ્યા બાંધવા શરૂ થયા. તે સમયના સમાજ નિયામકે અને ધર્માચાર્યોએ તે જથાનાં બંધારણ માટે કાયદા ઘડ્યા. અને તે કાયદાને અમલમાં મૂકવા માટે આગેવાન પટેલને અગર તે સ્થળની રાજસત્તાને તે કામ સેપ્યું. આવાં બંધારણ અને તેને ઈતિહાસ તે સમયનાં પુરાણ તથા સ્મૃતિઓમાં મળી • આવે છે. આ વાણિઆ જાતિમાંથી આવા જથા અગર સમૂહ, તે સમુહના પણ પેટાવિભાગ, તેના પણ વિભાગ, વિગેરે પુષ્કળ થયાં. એ વિભાગે પ્રથમ સગવડ ખાતર કામચલાઉ ગણાયા. પરંતુ તેથી જ્યારે તેઓ ટેવાઈ ગયા ત્યારે તે દરેક વિભાગને પિતાની નાતનું સ્વતંત્ર નામ આવ્યું. જેમકે શ્રીમાળનગર ઉપરથી શ્રીમાળી વાણિઆ તેના ત્રણ ભાગ વસા-થરા અને રાજા, શ્રીમાળનગરની પૂર્વ બાજુમ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy