________________
૩૦૩
(બ) ઈનામ રૂ. ૭) રોકડાનું પાંચે ગામમાં જે બીજા નંબરે આવે તેને પ્લેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી.
બાળ ધોરણ બીજું–નામ રૂા. ૧૧) રોકડાનું પાચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેને ભાઈ સોમચંદ મગનલાલ તરફથી બહેન માણેકબહેન તે શાહ ખુશાલદાસ ભુલાભાઇવાળા મહાસુખલાલ નરસીંહદાસની દીકરી ગેધરાવાળાના નામથી.
પુરૂષ ધોરણ પહેલું ઈનામ રૂ. ૨૫) નું અથવા તેટલી કીંમતની ચાંદીની વસ્તુ પાંચે ગામમાંથી પરીક્ષામાં વધુમાં વધુ ટકા મેળવે તેને ભાઈ કાંતિલાલ અમૃતલાલ મનસુખલાલ ગોધરાવાળા તરફથી.
પુરૂષ ધારણ બીજું –ઈનામ રૂ. ૧૧) રેકડાનું પાંચે ગામમાંથી જે વધુમાં વધુ ટકા મેળવે તેને ભાઈ કેશવલાલ પુનમચંદ લલ્લુભાઈ જીવણદાસ કપડવણજવાળા તરફથી. (૬) હીમ સેનાને ચંદ્રક (મેડલ) નંગ ૧) આશરે તેલા ભા ને પાંચે ગામની પાઠશાળાઓના
માસ્તરે માં જે માસ્તરની પાઠશાળાનું રીઝલ્ટ વધારેમાં વધારે સારૂ આવે અને કાર્યવાહી કમીટી જે પ્રમાણે નિર્ણય કરે તેને ભાઈ પાનાચંદ લલ્લુભાઈ ગોધરાવાળા તરફથી સં. ૨૦૦૨ની સાલની પરીક્ષાના પરીણામ ઉપરથી ભેટ આપવામાં આવશે. (અ) ઇનામ રૂા. ૧૫૧) રોકડાનું પાચે ગામમાથી જે ભાઈ કોઈ પણ જાતની એજીનીઅરીંગની પરીક્ષામાં પાસ થઈ ડીપ્લેમા મેળવે તેમને ભાઈ વાડીલાલ મનસુખરામ પરિખ તરફથી ઇનામ આપવામાં આવશે એકથી વધુ વિદ્યાર્થી હોય તે દરેકને રૂા. ૭૫) નું ઈનામ આપવામાં આવશે.
(બ) કોઈ વરસ ઇનામ લેનાર વિદ્યાર્થિ ન હોય તો તે રૂા. ૧૫૧) ની રકમ એજીનીઅરીંગ એજ્યુકેશન ખાતે જમા કરવામાં આવશે અને જરૂર પડે એગ્ય વિદ્યાર્થિને તેમાંથી સ્કોલરશીપના રૂપમાં મદદ આપવામાં આવશે.
ઉપરના ઈનામની જનાઓની ખબર દરેક ગામે બે માસમાં મોકલવામાં આવશે. (અને તે પ્રમાણે પરિપત્ર નં. ૩ મારફતે જાહેરાત આ પહેલાં કરી દેવામાં આવી છે.)
ત્યારબાદ રા. જયંતિલાલ મંગળદાસે જણાવ્યું કે સંમેલન સફળ થયું છે. આપણામાં સેવાની ભાવના વધી છે. નાના મેટા બધાઓને રસ પડે છે. વિધાથીઓમાં ભણવાની ધગશ ઉતેજીત થઈ છે. યુવકેમાં સેવાની ધગશ જાગી છે. આ બધી જ આપણું પ્રગતિની નિશાનીઓ છે.
આ સંમેલનની સફળતામાં ભાઈ શ્રી. વાડીલાલ મનસુખરામ પરિખને મોટો ફાળો છે. તેઓ આપણું “સરદાર બન્યા છે. હવેથી આપણે તેમને જરૂર “સરદાર'ના નામથી સંબોધીશું. પરંતુ તેમની દેરવણ નીચે આપણે યુવાને જરૂર આગળ વધીએ. તે માટે પુરો પ્રયત્ન કરે જઈએ. ભાઈ શ્રી વાડીલાલને પ્રભુ લાંબુ આયુષ્ય આપે અને તેઓ સમેલનને વધારે સેવા આપવા સમર્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.
આપણું સંમેલનના પ્રમુખ શેઠ બાબુભાઈની દેરવણીએ આ સંમેલનને સફળતા અપાવી છે. તેઓ પણ સંમેલનની ખુબ સેવા કરે અને તે માટે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે.