________________
૨૮૪
બંધારણને ખરો. * બંધારણને ખરડો રજુ થતાં પ્રમુખશ્રીએ તે ઉપર નીચે પ્રમાણે જણાવ્યું હતું. આ
બંધારણના ખરડાની ના દરેક પ્રતિનિધિભાઈઓને અપાઈ ગઈ છે. કાર્યવાહિ કમિટિએ પરમ સિસે તેમજ ગઈ કાલે તે ઉપર ખુબખુબ ચર્ચા કરી છે. લઘુમતિ એકમને અન્યાય ન થાય અને સહુને સહકાર મળે તથા સહુને ન્યાય મળે એ રીતિએ બંધારણ ઘડાયું છે. બંધારણમાં સ્ત્રીઓ તેમજ વિદ્યાર્થિઓને માટે સ્થાન અપાયું છે. એ આપણી સામે મંજુરી માટે ભાઈ નગીનભાઈ વકીલ રજુ કરશે.
તરતજ ભાઈ નગીનભાઈ વકીલે બંધારણનો ખરડો રજુ કરતાં એક બાબત તરફ સંમેલનનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું તે એ કે આ બંધારણમાં જે પાંચ એકમ છે તેમાં ત્રણ એકમ વસ્તીના પ્રમાણમાં મેટા છે. બાકીના બે નાના એકમો છે તેમનામાં આ શંકા ન રહે તે માટે કલમ ૧૪ તથા ૧૫ માં જોગવાઈ કરવામાં આવી છે. આટલું કહી તેમણે બંધારણની કલમ વાર સમજ આપવી શરૂ કરી હતી.
હેતુઓમાં સુધારાની દરખાસ્ત, ' હેતુઓમાં સુધારાની દરખાસ્ત રજુ કરતાં ભાઈ નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે ઉદેશમાં
ધાર્મિક, આર્થિક અને સામાજીક ઉન્નત્તિ” જણાવ્યું છે. તેમાં રાજકીય શબ્દ ઉમેર જોઈએ. દેશ પરાધીન છે એટલે રાજકારણના સ્પર્શથી આપણે દૂર રહી શકીએ નહિ, દરેકે દરેક વસ્તુમાં રાજકારણ છે, પરંતુ જે આપણને રાજકારણની ભડક હોય તે “રાજકીય” ને બદલે “સર્વદેશીય” શબ્દ મુક જોઈએ. આપણે જે બંધારણ ઘડીએ તે ભવિષ્યને ખ્યાલ રાખીને જ ઘડીએ.
ઉપરના સુધારાને કટર કાન્તીલાલ માણેકલાલ તથા ગાંધી રમણલાલ છગનલાલે ટેકો આપ્યો હતે.
ત્યારબાદ પરિખ નગીનદાસ બાલાભાઈ કપડવંજવાલાએ સર્વ દેશીય અને રાજકીય એ બેઉને બદલે દેશની ઉન્નત્તિ એ શબ્દોને ઉમેરવાને સુધારે મુક્યો હતો, અને જણાવ્યું કે રાજકીય શબ્દ હશે, તે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય લડત ઉપસ્થિત થાય ત્યારે જરૂર વધે આવશે.
બાદ આ દરખાસ્તને વિરોધ કરતાં ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું કે આ બાબત ઉપર કાર્યવાહિ કમિટિમાં ખૂબખૂબ ચર્ચા થઈ હતી. આ સંસ્થાને રાજકીય સંસ્થા બનાવવી તે બરાબર નથી. આ સંસ્થાનું ધ્યેય સામાજીક ઉન્નત્તિ છે. આપણે “સામાજિક” શબ્દના વર્તુલથી બહાર જવું તે બરાબર નથી. હજુ આપણને પગ આવ્યા નથી. આંખ માડતાં આવડતી નથી. એવી સ્થિતિમાં કાલે દેશમાં ગમે તે વાતાવરણ ઉભું થાય તે હેજે આપણી સંસ્થાને અડચણ આવે. સર્વ ભાઇઓની સંમતિ મળે એ પ્રમાણે નિર્ણય કરવાનો છે. રાજકીય શબ્દ દાખલ કરવા પહેલાં, આગળ જતાં સંસ્થા ભયમાં આવી પડે નહિ તે માટે વિચાર કરવાનું છે. મહા મહેનતે આ બએ વર્ષના પ્રયત્ન પછી આટલી શાન્તિથી પાંચે ગામના ભાઈએ ભેગા મળી એકબીજાના વિચારોની આપલે કરવા ભાગ્યશાળી થયા છીએ. મારા સમજવા પ્રમાણે આ સુધારે મુળ પાયામાંજ ઘા કરનારે છે માટે આ સંસ્થાના ઉદ્દેશોમાં “રાજકીય” શબ્દ ઉમેરવા જેવું નથી. તે ઉપર આપ સહુનું ધ્યાન ખેંચું છું. આપણે “રાજકીય” કામ કરવું હોય તે બીજી રીતે જુદુ સંગઠન કરી રાજકીય પ્રવૃત્તિ કરવી જોઈએ.
ભાઈ વાડીલાલના મતને મળતા થઈ ભાઈ મફતલાલ રતનચંદ પરીખે પણ “રાજકીય” શબ્દને વિરોધ કર્યો હતે.