SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ લાજ અને જોખમદારી આ મંડળને માથે છે. માટે સહુ ભાઈઓએ પોતપોતાની શકિત ગાપવ્યા સિવાય સક્રિય રીતે લેન સ્કિમમાં મદદ આપવી જોઇએ. એક વ્યવહારિક દ્રષ્ટિની વાત છે કે આપણા જેવા કમેંવાદને માનવાવાળા એટલું જરૂર સમજી લએ કે જેટલુ પુન્યના ચોપડે જમા કીધું હશે, તેટલુ પુન્યનુ ભાથુ પરભવમાં જમા થવાનુ છે, છોકરીઓને રોટલા કરતાં આવડયે હવે નહિ ચાલે. પારકું ધન ગણી ભણાવવામાં માખાપાએ પાછા પડયે નહિ ચાલે. અભણ છે।કરીઓને હવે તેા લેનાર નહિ મળે. છોકરીઓને વ્યવહારિક તેમજ ધાર્મિક શિક્ષણ મળે તેવા પ્રબંધ કરવા જોઇશે. આ બધું કરવા માટે સના સહકાર અને એકદિલની જરૂર પડશે. એક માણસથી આખીએ કામની સગવડ બની શકે નહિ. તેઓએ આગળ ચાલતાં કેળવણી ઉપર ટીકા કરનારાઓને તેમની ટીકાઓ કેટલી ભુલભરેલી છે તે સમજાવ્યુ હતું. અને જણાવ્યું હતું કે હું ત્રણ વખત વિલાયત જઈ આવ્યો છુ ને મેં ધર્મની વિરૂધ્ધ દિલથી, મનથી અને તનથી કાંઈજ કર્યું" નથી. કેળવણી પામેલાઓને ધર્મથી ભ્રષ્ટ કહેનારા માત્ર તેમના ભણતરની ઇર્ષા કરે છે. આપણી સ્કુલામાં ધાર્મિક શિક્ષણ નથી અપાતું તે જાણવા છતાં આપણા બચ્ચાંઓને ધાર્મિક શિક્ષણ આપવા માટે કેટલા પ્રયત્ન કર્યો છે તે આપણે આપણી જાતને પૂછીએ. આપણે આપણી ત્રુટીઓ જોવી જોઇએ. મગમાં આવી જઇ ઉપરાઉપરી ઠરાવા મોકલીએ છીએ. દરેકને ધણું કરી નાંખીએ એવું થાય છે. પણ હું જોઉં છું તે મને લાગે છે કે “ દમડે ઉંટ પણ દમડા કયાં” એ વાત જોવામાં આવે છે. બધા કામ કરવા આતુર હેાઇએ પરંતુ પૈસા વિના કાંઈ ગાડુ આગળ ચાલે તેમ નથી. આપણે આપણી શકિત ગાપવ્યા સિવાય સંગઠિત રીતે પાંચે ગામના લાભની ખાતર જેટલું બને તેટલુ બધુએ કરવું જોઇએ, દાખલા તરીકે આપણે આપણા ગયા સમેલનના ત્રીજો ઠરાવ સર્વાનુમતે અપનાવી લીધેા છે. આ કાંઈ એન્ડ્રુ થયુ નથી. આ રીતેજ દરેક કામ થવું જોઇએ. ત્યારબાદ ભાઈ વાડીલાલ છગનલાલે જણાવ્યુ કે માઇક્રોફાન જેવી નીર્જીવ વસ્તુ આપણા દરેકના કાનમાં અવાજ પહેોંચાડે છે, પરંતુ આપણે સજીવ આપણા અવાજ અંદર ઉતારી શકતા નથી, તેજ આપણે જોઇ તે ભૂલ સુધારીએ તેજ આપણુ ગાડુ આગળ ચાલશે. કુટુંબમાં મતભેદ હાવા છતાં એકસપથી ઘર નિભાવે જએ છીએ તેવીજ રીતે આપણામાં મતભેદ હોય તે પણ એક વિચારે કામ કરવુ જોઇએ એટલે કે એકબીજાને અપનાવી લેવા જોઇએ. કારણ કે જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન ન મળ્યું હોય ત્યાંસુધી આપણે અધુરા તા છીએજ. માટે દરેકનાં વિચારોની સમતુલના કરી એક નિણૅય ઉપર આવવાનું છે. આર્ય સંસ્કૃતિના મુળ પાયા ધર્મ, અર્થ, કામ તે મેક્ષ છે. ગૃહસ્થાના સંસાર વ્યવહારિક અને ધાર્મિક કેળવણીથી શાભે છે. આપણે જ્ઞાતિનું શ્રેય કરવા અને તે કેમ થાય તેના નિણૅય કરવા એકત્ર થયા છીએ એટલે વિચારોની આપલે પછી કદાચ આપણે એકમત ન થઇએ અને કઇ ચીજ અમલમાં ન આવે તો પણ કાઇએ રીસાઈ નહિ જતાં એકત્રતાની ભાવનાને વળગી રહેવાનુ છે. ; ત્યારબાદ તુરતજ બંધારણના ખરડા કાર્યવાહિ કમિટિએ કરેલા સુધારાવધારા સાથે પાસ કરવા રજુ કરવામાં આવ્યા હતા.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy