SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ २९७ સાથે સાથે મેટેરાઓને અંદર અંદરના કલેશ-કંકાસ કાઢવા, તેમજ જુવાનીઆઓને ખાસ કરીને કોત્સાહમાં તણાઈ જઈન કરવાનું કરી બેસવા-અને એક બીજાની વગ કરીને મુળ ધ્યેયને નુકસાન થયા તેવું કરવા-સામે ચેતવણી આપી હતી. કંકાણમાં તેઓનું ભારણ ઘણું મનનીય અને દોરવણી આપનારું હતું. પ્રમુખની વરણું :સ્વાગત પ્રમુખનું ભાષણ પુરૂ કરી તુરતજ શેઠ શ્રી. છોટાલાલ મનસુખભાઇએ આ સંમેલનના પ્રમુખસ્થાન માટે જાણીતા આગ્રગણ્ય શેઠ શ્રી. લાલ ગુલાલના કુટુંબના નબીરા શેઠ શ્રી. બાબુભાઈ ઉર્ફે રમણભાઈ મણીભાઈનું નામ સુચવી તેમને પ્રમુખ તરીકે ચુંટવાની દરખાસ્ત મુકી હતી. તુરતજ ગોધરાના એકમ તરફથી ભાઈ શ્રી. નગીનદાસ દલસુખભાઈએ ટેકે આપતાં જણાવ્યું હતું કે “તેઓશ્રી ગયા અધિવેશન અને ત્યારબાદ અત્યાર સુધી પ્રમુખ હતા. દોઢ વરસના લાંબા ગાળે આપણે મળીએ છીએ તે દરમીઆન જે સુંદર દોરવણી તેમણે આપી છે તેને સર્વેને અનુભવ છે. તેમને આપણે ફરીથી આપણું પ્રમુખ ચુંટી આપણી પ્રગતિમાં તેમની દોરવણીની આશા રાખીએ તે સ્વાભાવીક છે. તેઓની દોરવણીમાં આપણને ઘણેજ વિશ્વાસ છે. આથી પ્રમુખ તરીકે તેઓશ્રીને ચુંટવાની દરખાસ્તને હું મારે હાર્દિકે ટેકો આપું .” લુણાવાડા–વીરપુરના એકમ તરફથી વ ધુ આપતાં પિતાના અંતરને આનંદ વ્યક્ત કર્યો હતે. શેઠ શ્રી. ભાઈચંદભાઈ જેચંદભાઈ વકીલે કે ત્યાર બાદ કપડવણજના એકમ તરફથી ભાઈ શ્રી. વાડીલાલ મનસુખરામ પારેખે ટેકો આપતાં જણાવ્યું હતું કે “પ્રમુખને કળશ આપણે શેઠ શ્રી. બાબુભાઈ ઉપર ઢળીએ છીએ. તેઓની ઓળખાણ આપવી તે સેનાને ળ ચડાવવા જેવું છે. તેઓ એવા એક કુટુંબના નબીરા છે કે જેને ગામનું અને કેમનું હમેશાં ઘણુઘણુ કર્યું છે એટલું જ નહિ પણ આપણી કમનું નામ ગામે ગામ અને દેશ દેશાંતર ગજવી કેમને વિજય વાવટો ફરકાવ્યો છે. તેમનાં કામ એવાં તે મહાન હતાં કે આપણે ગમે તેવી સ્થિતીએ પહોંચીએ, છતાં પણ આપણામાંથી કોઈપણ તેવું કરવા શકિતમાન થઈશું કે નહિ તે એક સવાલ છે. આવા કુટુંબના એક નબીરાને પ્રમુખ તરીકે ચુંટવાની દરખાસ્તને ટેકો આપતાં મારી છાતી ગર્વથી ઉભરાઈ જાય છે.” તે પછી વેજલપુરના એકમ તરફથી ભાઈ શ્રી. રતીલાલ મંગળદાસે ટેકે આપી પ્રમુખની વરણી કરવામાં ઔર ઉસાહ રેડ્યો હતો. વળી મહુધા-ચુણેલ-કાનમ-સુરતના એકમ તરફથી ભાઈ શ્રી. શામળદાસ ભુરાભાઈએ ટેકો આપી ભાઈશ્રી. બાબુભાઈને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર કરતાં, તેઓને પ્રમુખની જગા લેવા વિનંતી કરી હતી. તાલીઓના ગડગડાટ વચ્ચે પ્રમુખ શ્રી બાબુભાઈએ પિતાની જગા લીધી હતી.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy