SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ગોધરાની સ્વયંસેવક મંડળીના સંચાલક અને સ્વયંસેવકએ એ ભાર ઉપાડ્યો હતો કે તેમના ચેરમેનને કે વાઇસ ચેરમેનને તે જરાપણ તે સામું જોવું પડેલ નથી. આવી સુવ્યવસ્થા ભાગ્યે જ દરેક જગ્યાએ જોવામાં આવે. આને ખ્યાલ આપવા આ કલમમાં તાકાત નથી. આટલાથી વ્યવસ્થાને ખ્યાલ દરેકને આવશે. જે ભાઈઓ હાજર હતા તેમને તે તે વ્યવસ્થાને ખુબજ ખ્યાલ છે. આ આપણું પ્રગતિની નિશાની છે. ઉતારા માટે તેમજ સ્ટેશન ઉપર આવતા મહેમાનો માટે પણ દરેક જાતની ગોઠવણ કરી હતી. ટુંકાણમાં દરેક જોઇતી વ્યવસ્થા બહુજ કાળજીપૂર્વકતી અને સુવ્યવસ્થિત હતી. કાર્યવાહી કમિટી - ખુલ્લી બેઠક મળતા પહેલાં તા. ર૭ મીની બરના પ્રથમ ગોઠવણ થયા મુજબ કાર્યવાહી કમિટી મળી હતી, તેમાં પાંચ ગામથી આવેલા કરાવો ઉપર વિચારે ચલાવવામાં આવ્યા હતા કે જેથી ખુલ્લી બેઠકમાં મુકવાના ઠરાવમાં સરળતા થઈ જાય. આ તેમજ એજેન્ડા ઉપર જે જે કામે હતાં તે બધાં વિધિસરની ખુલ્લી બેઠક ભરાતાં પહેલાં નિપટી લેવામાં આવ્યાં હતાં. ખુલ્લી બેઠક - ગેઠવણી મુજબ તા. ૨૮ ડીસેમ્બર ૧૯૪૫ની બપરના અઢી વાગે ખુલ્લી બેઠક મળી હતી. કામકાજ શરૂ કરતાં પહેલાં મંગળા ચરણ ભણવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાળાઓએ સ્વાગત ગીત ગાઈ મહેમાનોનું યોગ્ય સ્વાગત્ કર્યું હતું. સ્વાગત પ્રમુખનું ભાષણ:તે પછી સ્વાગત્ કમિટીના પ્રમુખ શેઠ શ્રી છોટાલાલ મનસુખભાઈએ પિતાનું વિકતા ભરેલું અને સમયને અનુકુળ ભાષણ કર્યું હતું. તેઓના ભાષણમાં આ મંડળની ઉતપત્તિ તથા તેના પ્રથમ અધિવેશનનું સ્થળ, પ્રગતિ તથા તેનાથી થયેલા અનેકવિધ ફાયદાઓ જણાવી પિતાને આ પ્રસંગ સાંપડ્યો તે માટે પિતાને ભાગ્યશાળી માની, પિતે મહેમાનોનું સ્વાગત્ કરતાં અભિમાન લેતા હતા. વળી આવેલા મહેમાનોને તેમજ સર્વે પ્રતિનિધિભાઈઓને આ મંડળની જરૂરીઆત, ધ્યેય અને તે સર્વેમાં દરેકે ફાળો કેટલે અને કેવો આપવો જોઈએ તે સમજાવી દરેકને તન મન અને ધનથી આ મંડળને આગળ ધપાવવા આગ્રહ કર્યો હતો. સાથે સાથે આ મંડળ એ એક સહકારી મંડળ છે અને સર્વોપરીપણાની બેટી બડાંસ મારનારૂ નથી, તે પણ સમજાવ્યું હતું. જૈન ધર્મના સિધ્ધાંતોને પણ તેમણે ઠીક ઠીક સમજાવ્યા હતા, અને જૈન તરીકેના આચારવિચારેને લક્ષમાં રાખી દરેક કામ કરવા માટે આગ્રહ કર્યો હતો, એટલે તેમને ધર્મ અને ધાર્મિક સિધ્ધાંત ઉપર ભાર મુક્યો હતો. તેટલેજ બલકે તેથી વધુ ભાર આજની કેળવણી ઉપર મુકયો હતો અને તેના રહસ્ય સાથે ધર્મને સુમેળ કરવામાં આવે તે કેવાં સારાં ફળ આવે તે પણ સમજાવ્યું હતું. ટુંકાણમાં તેમને ધાર્મિક, પ્રાથમીક, સેકન્ડરી અને ઊંચ કેળવણી એમ બધાની જરૂરીઆત ઉપર ભાર મુકી સુમેળ સાધવા અને તેની પ્રગતિ કરવા માટે જે કંઈ કરવું પડે તે કરવા દરેકને દરવણી આપી હતી.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy