SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વગ્રાહી માનસ બનાવવું પડશે. અને તે માટે જુના અને રીઢા થઈ ગયેલા માણસોને સમજાવવું, તથા તેમની સાથેના ઘર્ષણો અટકાવવા વિગેરેને માટે શક્તિ, બુધ્ધિ તેમજ કુનેહને ઉપયોગ કરવો પડશે. વહેવારનાં ચાલુ ક્ષેત્રોમાં સુધારા વધારા કરવા પડશે. નવાં જોખમ ખેડવાં પડશે. જરૂર પડે તન અને ધનની ઓછીવતી કુરબાની આપવી પડશે. આપણા બાળકોની શારિરીક, માનસિક, તેમજ ધાર્મિક કેળવણી માટે તેઓને આપણાથી વિખૂટા પાડી પરદેશ મોકલવા પડશે. ગુજરાત અગર તે હિંદુસ્તાન આ જમાનામાં સંકુચિત ક્ષેત્ર ગણી લેવું પડશે. સમાજમાં આગળ પડતો ભાગ લેવા તેમજ આપણું કેમની શ્રેષ્ટતા સાબીત કરવા માટે આપણે આજ સુધીમાં વિચાર પણ નહી કરેલ તેવાં કાર્યો કરવા પડશે. આ તમામ નવા સાહસે માટે આપણે તૈયાર રહેવું પડશે. અને જેટલી અગમચેતી, દૂરંદેશીપણું અને બુધ્ધિ પૂર્વકની યોજનાઓ રાખીશું તેટલા વધારે સુખી અને અગ્રણિ થઈશું. આપણું અધિવેશનમાં ઘણા ઠરાવો આવી ગયા છે. અને તે બાબતે ચર્ચા થયેલી હોવાથી વિગતમાં ઉતરી આપને વખત લેવા માંગતા નથી એટલે કે તે કરા સાથે હું પુરેપૂરે સંમત , અને તે ઠરાવને અમલ થાય તે માટે મારાથી અંગત બની શક્તા તમામ શક્ય પ્રયાસો કરી તેની આપ ખાત્રી રાખશે. મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે દરેક માણસે, પછી તે સ્ત્રી હોય કે પુરૂષ, તે દરેકને શારિરીક, આધ્યાત્મિક અને ધાર્મિક એ ત્રણે પ્રકારની કેળવણીની ખાસ જરૂર છે. અને તે ત્રણ પ્રકારની કેળવણી સિવાય આપણી સર્વદેશીય પ્રગતિ અશક્ય અગર તે મુશ્કેલ તે જરૂર છે. માટે ભૂમિકા તૈયાર કરવા માટે આપણે સર્વ શક્તિ પ્રથમ કેળવણી માટે કેન્દ્રિત કરવાની અનિવાર્ય, અને અગત્યની છે તે તમે સર્વે કબુલ કરશે. સમાજમાં આગળ પડતે ભાગ લેવા માટે તથા આપણી કોમની શ્રેષ્ઠતા સાબીત કરવા માટે આપણે આજ સુધીમાં વિચાર પણ નહી કરેલ હોય તેવા કામ પણ કરવા પડશે. આ વખતે સંમેલનમાં જે ઉત્સાહ અને ધગશ આપણે બતાવી છે, તે કાયમ રાખી ભવિષ્યમાં પણ નિર્ણત કરેલું કામ આપણે અડગતા પૂર્વક ચાલુ રાખવાની ખાસ જરૂર છે. આરંભે શૂરાની ઉકિત ભૂલેચુકે આપણને લાગુ પડી જાય નહી તેની ખાસ કાળજી રાખવી પડશે. અંતમાં જે કામમાં વહેપારી તેમજ વ્યવાહરી બુદ્ધિ છે અને ઉદારતા, સાહસ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વિગેરે અનેક ગુણો જેનામાં નૈસર્ગીક છે તે કોમમાં જે શારિરીક, માનસિક, તેમજ આધ્યાત્મિક કેળવણીને ઉમેરે થાય છે તે કામ હાલના સમાજમાં પ્રથમ સ્થાને કેમ પહોંચી ન શકે? આપણે આશા રાખીશું કે સમાજમાં પ્રથમ સ્થાન મેળવવા માટે અને તમામ ગુણો કેળવવા માટે દૃઢ નિશ્ચય કરી આ સંમેલનની પૂર્ણાહુતિ આપણે કરીએ. અંતમાં અમારા આમંત્રણને માન આપી અત્રે પધારેલા સર્વે ડેલીગેટ ભાઈઓને હું આભાર માનું છું. ભાઈશ્રી માણેકલાલ ડોકટરે તથા ભાઈશ્રી વાડીલાલ છગનલાલે પોતાની તબીયત નાદુરસ્ત હોવા છતાં અત્રે પધારી, સંમેલનના કામને જે દેરવણ અને વેગ આપેલો છે તે માટે આપણે સૌ તેમના આભારી છીએ. શ્રી નેમિજીન સેવા મંડળે પિતાની સુંદર સેવાને આપણને જે લાભ આપ્યો છે તે બદલ તેમને અભિનંદન આપુ છું. લુણાવાડાવાળા ભાઈ શાન્તિલાલે વકીલે જે આ સંમેલનના સેક્રેટરી તરીકે પિતાની સેવા આપી છે તે બદલ આપણે તેઓના ઉપકારી છીએ.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy