SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ આપ-લે કરે જેથી ઘસાત સંપર્ક અટકાવી તેને વધારી શકાય, તેવું કરવા વિચાર કરવામાં આવ્યા, પરીણામે આ સંમેલનની યોજના ઉદભવવા પામી. પ્રથમ વિચાર ગયા શ્રાવણ અગર આ માસમાં ભરવાને હતા. અને તે માટે ડેલીગેટોનો નામે પણ બે જગાએથી મળેલાં પણ ખરાં, આમ છતાં પણ અનેક કારણોસર આ પ્રવૃતિ ઢીલી પડી અને કેટલાક સમય બાદ માત્ર એક મહીના ઉપરજ કરી હાથ ધરવામાં આવી. મુંબઈમાં વસતા તમામ ભાઈઓની એક મિટીંગ શેઠ રમણલાલ છોટાલાલની પેઢીમાં ભરવામાં આવી અને પરિણામે આજે આપણે અત્રે એકઠા થયેલા છીએ. આ માટે ભાઈ વાડીભાઈ, ભાઈ ચીમનભાઈ તથા શેઠ છોટુભાઈએ જે મહેનત લીધી છે તેને આભાર ન માનીયે તે અધૂરું કહેવાય. દરેક સારા કામમાં શરૂઆતમાં મુશ્કેલીઓ હોય છે. પણ જે કામમાં સેવાની ભાવના અને તે માટે ભોગ આપવાની ધગશ હોય છે તે કામ જરૂર આખરે ફતેહમંદ થાય છે. આપણા આ સંમેલન માટે તેમજ કહી શકાય. સારા યોગે આપણે વખતસર શરૂઆત કરી શક્યા છીએ. પણ તેથી આપણે ખુશી થઈ બેસી રહેવાનું નથી. ખરા કામકાજની શરૂઆત તે હવે થાય છે અને ખરી મુશ્કેલીઓનો સામને તે હવે જ કરવાને છે. અત્યારે આપણે એરોપ્લેનના જમાનામાં રહીયે છીએ. ગયા પચીસ વર્ષમાં રેલ્વે કલાકના ત્રીસ માઇલ અગર વધારેમાં વધારે ચાલીસ માઈલ ચાલતી હતી. અને તેનાથી વહેવાર ચાલતો હતો. ત્યારે અત્યારે એરપ્લેન કલાકે ત્રણ માઈલ બલકે તેથી ઘણી વધારે ઝડપથી વહેવાર ચલાવી રહ્યાં છે. તે જમાનામાં આપણે દેશના તેમજ દુનિયાના ભાગેના સામાજીક, આર્થિક, તેમજ વિચાર શ્રેણીના ફેરફારથી પર રહી શકવાના નથી. સમયને ઓળખી, આવતા સમયના પ્રવાહમાં ઘસડાઈ જતાં આપણને દુનિયાની કેઈપણ શક્તિ રેકી શકનાર નથી. વળી ઘણી વાતો આપણને પસંદ પડે એટલે તે બધી સારી છે તેમ પણ નથી, દરેક બાબતને આગળથી વિચાર કરી બને તેટલો લાભ ઉઠાવવાની તકેદારી રાખવા સિવાય આપણી પાસે બીજો ઉપાય નથી. આપણે જન્મથી વહેપારી છીએ. તેજ વાતાવરણમાં ઉછરીયે છીએ. વહેપારમાં અનેક જોખમે સહન કરીએ છીએ અને તેમાં અનેક પ્રશ્નના સામના કરીએ છીએ. છતાં પણ નવા જમાનાને ઓળખવાની અને વધુ સંગઠીત રીતે વર્તવાની આપણામાં ઘણી ખામી છે, તેમ કબુલ કર્યા સીવા૫ આપણે રહી શકતા નથી. આ બાબત મારે એક અંગત અનુભવ રજુ કરીશ, છેલ્લી કાંગ્રેસ ગવર્નમેન્ટ વખતે જ્યારે ડેટરીલીફ બીલ રજુ થયું હતું તે વખતે વહેપારીઓને કેસ રજુ કરવા અમદાવાદમાં કેન્સફરજો મળી હતી. ઠરાવો થયા હતા. પણ ત્યારબાદ કામ કરવા માટે ધગશ મુદલ ન હતી. અને તેમાભાઈ પુનમચંદ અને બીજા એકબે જણને લગભગ એકલા હાથે કામ લઇ મુંબઇ, પુનાની સફરે કરવી પડતી હતી. તે વખતે મેંબરેબર જોયેલું કે, હું ભૂલતા ન હૈઉં તે, વહેપારીઓએ મેટા ભાગે બેદરકારી અને નશિબ પર આધાર રાખવાની વૃતિ બતાવી હતી. તેવી સ્થિતી ઘણી શોચનિય કહેવાય, આવી શિથિલતા રાખવાની વૃતિ આપણું ભાવિની ઉપર ઘણી ખરાબ અસર કરે છે તે કેઈથી ના કહી શકાય તેમ નથી. આપણી નાતની ખરી ઉન્નતિ માટે આપણે વિવિધ ઉપાય જવા પડશે. આપણું જનાઓ બર લાવવા માટે આપણે સાહસિક, સંગીત અને તેવા બીજા અનેક પ્રયાસે સખત રીતે કરવા પડશે. ળવણીનું પ્રમાણ વધારવું પડશે. ધાર્મિક, સામાજિક, તેમજ શારિરીક ત્રણે પ્રકારની કેળવણીને સુયોજીત કરી જુદા જુદા વખતે જુદી જુદી રીતે અખતરાઓ પણ કરવા પડશે. સમયના પ્રમાણમાં જુના આચાર વિચરેમાં પણ સુધારા વધારા કરવા પડશે. જુનુ માનસ કાઢી નાખી તેની જગાએ નવા સંજોગોને અનુરૂપ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy