________________
૨૫૭
દરેકને તે સંસ્થા ઉપર સરખો હક છે. લેન સ્કીમથી મળેલા પૈસા તે ઉધાર લીધેલા પૈસાની બરાબર છે. માત્ર ફરક એટલેજ છે કે ઉધાર જોઇતા પૈસા મેળવવાની મુશ્કેલી આ લેન સ્કીમથી મટી જાય છે. લેન સ્કીમના પૈસા દરેક ભાઈઓએ નોકરી યા ધંધે લાગ્યા પછી પાછા આપવાના છે તે કઇએ ભુલી જવાનું નથી. જે ગેરસમજ થયેલી છે તે માત્ર વસ્તુની અણસમજ સીવાય બીજા કોઈ કારણથી હોય તેમ લાગતું નથી. લેન આપનારી સંસ્થા તે આપણા બાપની પેઢી છે અને તે પેઢી પાસેથી આપણી કેળવણી માટે પૈસા ઉછીના લેવા તે કોઈ પણ રીતે ખોટું નથી. માટે મારી સર્વે ભાઈઓને ભલામણ છે કે પિતાની ગેર સમજ દૂર કરી આ લેન સ્કીમને ખરા હૃદયથી અને સાચા ભાવથી ટેકો આપી, પિતાનાથી બનતી મદદ કરવા પિતાને હાથ લંબાવી અને પિતાનાથી શક્ય તેટલું બધુજ કરે.
ઉપર મુજબ પ્રવચન થયા પછી સદરહુ કરાવ પર મત લેતાં હરાવ સરવાનુમતે પસાર થયા હતા.
ત્યારબાદ શેઠ શ્રી. મણીભાઈ સામળભાઈ પાઠશાળાને રીપોર્ટ માસ્તર ભાઈ ભુરાભાઈએ વાંચી સંભળાવ્યો હતો, અને ત્યારબાદ સાંજે છ વાગે આજની શેસન બરખાસ્ત થઈ હતી.
ત્રીજો દિવસ:- આષાદ સુદ ૫ને રવિવાર
આજ રોજે સંમેલનની કાર્યવાહી બપોરે ત્રણ વાગે શરૂ થઈ હતી. તેમાં પ્રથમ ઠરાવ એક બેંક ખેલવા બાબતને મુકવામાં આવ્યો હતો.
ઠરાવ આઠમો:
મુકનાર :-શા. ગીરધરલાલ હેમચંદ ત્રીકમજી,
આપણી જ્ઞાતિની આર્થીક ઉન્નતી માટે, સારા અનુભવી ડીરેકટરની દેખરેખ નીચે, સારા જેવા શેર ભંડોળથી એક બેંક ઉભી કરવી જેથી પૈસાના અભાવે ધંધે ન કરી શકતા કે ન વધારી શક્તા ઉત્સાહી ભાઇઓને ઉક્ત બેંકમાંથી વ્યાજબી વ્યાજે ધંધાને માટે ધીરણકરી ધંધે લગાડી શકાય કે તેમને ધંધે વધારી શકાય.
ટેકેઃ- શા. રમણલાલ મગનલાલ બોડજી–ગોધરા. ઠરાવ સરવાનુમતે પસાર થયે હતા.
તે પછી જૈન પાઠશાળાને લગતા સવીસ્તાર ઠરાવ લુણાવાડાવાલા તેલી કાન્તિલાલ શીવલાલે રજુ કર્યો હતો.
ઠરાવ નવમો:૧. આપણા પાંચ ગામમાં જે હેકાણે પાઠશાળા ન હોય, તેમજ બંધ હોય તે કેકાણે પાઠશાળા
ચાલુ કરવા, પ્રબંધ થ જોઈએ. ૨. જે જે ગામમાં પાઠશાળા ચાલે છે તે તે ગામમાં પાઠશાળાઓમાં જે જે લુટીઓ જણાય
તેમાં સુધારે થવો જોઇએ. ૩. જે જે ગામોમાં પાઠશાળાઓ નથી તે તે ગામોમાં કયા કારણોસર પાઠશાળાઓ નથી તેની
વીગતવાર તપાસ કરવી જોઈએ.