SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ આપણા પાંચ ગામોમાં કન્યા - કેળવણી બહુજ ઓછા પ્રમાણમાં છે. એટલા માટે દરેક મા—આપે પોતાની છોકરીઓને ગુજરાતી પાંચ ધોરણ સુધી કેળવણી આપવી જોઇએ તેવા દરેક પંચ ઉપર ભલામણુ કરતા રાવ આ સંમેલન પસાર કરે છે. ટેકા વાડીલાલ સંકરલાલ જૈની—કપડવણજ ઠરાવ સરવાનુ મતે પસાર થયા હતા. ત્યાર બાદ વેજલપુરવાળા શા, છબ્બીલદાસ મણીલાલે ઠરાવ રજુ કર્યા હતા. ‘અત્યારે ચાલુ પાંચે ગામમાં લગ્નસરા સબંધમાં જુદા જુદા રીવાજો છે. જેથી કરી કેટલાક વિવાહ થતા અટકી પડે છે, તે તેના માટે પાંચે ગામના એક સરખા રીત રીવાજ હાવા જોઇએ અને તે દરેકે ગરીબ યા તવંગરે સરખી રીતે પાળવા જોઇએ. આ ઠરાવા અત્યારે દરેક ગામવાલા પેાતાના પચમાં નક્કી કરી તે જ્યારે મેનેજીંગ એડ ભરાય ત્યારે તેમના આગળ મુકે, અને ખાંડ તે દરાવા સંમેલન ભરાય ત્યારે, તે ઉપર ક્રી વીચાર કરવા પોતાના અભિપ્રાય સાથે તેની પાસે રજી કરે. .. આ ઠરાવની બાબતમાં વીચારતાં આ બાબત મેનેજી ંગ કમિટી ચેાગ્ય તપાસ કરી આવતા અધીવેસનમાં હકીકત રજુ કરે એમ રાવી, ઠરાવ પડતા મુકાયા હતા. ત્યારબાદ ગઈ કાલની સબજેકટસ કમિટીમાં મુકાએલા અને વધુ વીવેચન માટે બાકી રખાયેલા ઠરાવ પહેલા સુધારેલા શબ્દોમાં, ઉપર પ્રેસીડીંગમાં બતાવ્યા મુજબનો, સેક્રેટરી મી શાન્તિલાલ ગુલાબચંદ ગાંધીએ સભા સમક્ષ પસાર થવા વાંચી સભળાવ્યે હતા તે ઉપર લુણાવાડાવાળા તેલી ભાઇચંદભાઈ જેચંદભાઇ વકીલે એવા સુધારા મુકયો કે ઠરાવના અનુસાર જે કમિટી લેાન વિગેરેના કાનુને ઘડે તે કાનુને જનરલ ગેસનમાં પસાર થયા પછીજ આખરી ગણાવા જોઇએ. આ સુધારાને અસલ ઠરાવ મુકનાર પારેખ વાડીલાલ મનસુખરામે વધાવી લીધા હતા, અને તે સરવાનુમતે પસાર થયા હતા. ઉપરના ઠરાવ વીસે ખેલતાં ભાઇ મતલાલ રતનચંદ કપડવણજ વાળાએ ધાર્મીક જ્ઞાનને પ્રોત્સાહન આપવામાં લેાન સ્કીમની અ ંદર ધાર્મીક જ્ઞાન, પંચપ્રતીક્રમણ સુધી ( મુળ ત્થા એ પ્રતીક્રમણુ અર્થ સહીત ) આવડતાં હેાય તેનેજ લેાન આપવી તેમ સુચવ્યું હતું, તે ઉપર વીચાર કરવા કમિટીને સુચના કરવામાં આવશે. એમ કહી સુધારા આટલેથી બાકી રાખ્યા હતા. ત્યારબાદ વયેવૃદ્ધ ઉદુમ્બર ગાર શ્રીયુત મહાસુખરામ પ્રાણનાથ ઉંચ કેળવણીના સમનમાં સારી રીતે ખેલ્યા હતા. કેટલાક ભાઇઓની લેાન સ્કીમ બાબતમાં ગેરસમજ થયેલી હાવાથી અસલ ઠરાવ મુકનાર શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખ, તે સંબધમાં ગેરસમજ દુર કરવા માટે, કેટલુંક ખેલ્યા હતા અને સ્પષ્ટપણે જાહેર કર્યું` હતુ` કે કેટલાક ભાઇએ લેાન માગવી તે ભીખ માગવા જેવું છે, તેમ માને છે; તે વીચાર ખીલકુલ ખોટા છે. આજે આપણે સ્થાપેલી સંસ્થા તે આપણી પાતાની હાઈ આપણા
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy