________________
૨૫૦
વર્કીંગ કમિટી એક વરસમાં એછામાં એછી બે વાર મળવી જોઇએ અને તેના મેમ્બરે એ, પ્રેસીડેન્ટ જે સ્થળ નક્કી કરે તે સ્થળે, જવુ જોઇએ. ત્યાં જવા આવવા માટે દરેક સભ્યને ત્રીજા વર્ગનું ભાડુ આપવું. બીજાં કોઇ ખરચ આપવું નહીં.
આજની સભા દરેક ગામના ડેલીગેટાને પોતાની કાન્સ્ટીટયુઅન્સીના વર્કીંગ કમિટીમાં આવનારા સભ્યોનાં નામેા આવતી કાલે જાહેર કરવા વિનંતી કરે છે.
ઉપર મુજબ એ કમિટીઓની નીમણુંક થયા પછી સબજેકટસ કમિટીએ ઠરાવા નક્કી કરવાનું કામ ક. ૧૦-૨૦ મીનીટે શરૂ કર્યું હતું.
ઠરાવ પહેલા :–
ઠરાવ મુકનાર:–કપડવણજવાળા શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખઃ—
“ઊંચ કેળવણીની વ્યવસ્થા માટે લેાન સ્કીમ તૈયાર કરવી. ૧ લાખ રૂપીયાની મુડી ઉભી કરવી અને તે મુડી અને તેના વ્યાજમાંથી લોન આપવી”.
આ ઉપર વિવેચન થયા બાદ નીચે મુજબના ઠરાવ મુકાયા હતાઃ
“આ સંમેલન એવા નિર્ણય ઉપર આવે છે કે કેટલાક આશાસ્પદ અને ભણી શકે તેવા બ્રાઇટ અને પ્રૉમિસીંગ વિદ્યાર્થી ઓ તથા વિદ્યાર્થીનીએ સાધનના અભાવે મેટીક પછીની ઊઁચ કેળવણી લઈ શકતાં નથી તેથી તેવા લાયક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને કેળવણીમાં ઊત્તેજન આપવા માટે લેાન સ્કીમ ચાલુ કરી મદદ કરવી અને આ માટે સારૂ જેવુ ભડોળ એકઠું કરવું, તે ભંડોળ ભેગુ કરવા માટે એક કમિટી નીમવી. તથા લોન સ્કીમ ઘડવા માટે એક બીજી પેટા કમિટી નીમવી”.
ટેકા:–વકીલ મી. વાડીલાલ શંકરલાલ જૈનીએ તે ઠરાવને ટૂંકા આપમાં ઉદ્યોગીક એટલે ટેકનીકલ કેળવણીને પ્રેંસ આપવા સુચવ્યું હતું અને જ્યારે પણ લેન સ્કીમ કમિટી કામ હાથમાં લે ત્યારે આ બાબત પુરતા વિચાર કરે તેવું સુચવ્યું હતું.
વિરૂદ્ધ શા. વાડીલાલ મગનલાલ ચુનેલવાળાએ આ ઠરાવ ઉપર વિરોધ કરતાં જણાવ્યું હતું કે પ્રથમ તે પ્રાયમરી અને સેકન્ડરી કેળવણીની ખાસ જરૂર છે; માટે જ્યાં જ્યાં પ્રાયમરી અને સેકન્ડરી કેળવણીની વ્યવસ્થા ન હેાય ત્યાં ત્યાં તેવી વ્યવસ્થા કરવામાં આવે તેજ આ લોન સ્કીમને લાભ લેનારાં છેકરાંઓ મળી આવે તે માટે પહેલા પ્રશ્નધ તેના થવા જોઈએ.
ઉપરના વિધને શા. પુનમચંદ પાનાચંદે ટેકો આપતાં જણાવ્યું કે તે પ્રમાણે ઠરાવમાં સુધારા કરી ઠરાવ મુકવા જોઇએ.
આ ઉપરથી શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખે પોતે મુકેલા ઠરાવમાં ઉમેરવાના સુધારે
રજુ કર્યો:
“જે જે ગામામાં મેટ્રીક સુધી ભણવાની વ્યવસ્થા ન હોય અને જ્યાં વ્યવસ્થા હાય પરંતુ ત્યાં સુધી ભણવા માટેની જેની શક્તિ ન હેાય તેવાને મદદ કરવા માટે અને સ્કાલરશીપો આપવા માટે આ લોન સ્કીમમાં જોગવાઇ કરવી ”.