SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૪R. મનસુખરામના ઘરે પાંચે ગામના ભાઈઓએ ભેગા થઈ આવું સંમેલન ભરવાને ઠરાવ કરેલે, તે તેજ વરસમાં બર નહી આવતાં આ વરસે અને આ સમયે બર આવ્યો છે તે માટે અને સર્વે ભાઈઓએ અત્રે પધારી આ સંમેલનના વિચારને પ્રોત્સાહન આપ્યું છે તે માટે ઉપકાર માની આવા સંમેલનની જરૂરીઆત ઉપર ભાર મુક્યો હતે. વળી આગળ બોલતાં તેમણે આપણી કોમ શ્રી હરિશ્ચંદ્ર રાજાના વખતથી હોવાના કેટલાક દાખલાઓ ટાંકયા હતા. વળી વધુમાં સુરતમાં આપણી કેમના ભાઈઓનું બંધાવેલું એક દહેરાસર જે હાલ હયાત છે અને તેની અંદર કેટલીક પ્રતીમાજી આપણી કામના ભાઈઓની ભરાયેલી છે, જે ઉપર વીર સંવત ૧૧૦૦ પહેલાંના લેખો છે જે ઉપરથી તેમણે જણાવ્યું કે આપણી કેમની હયાતી વીક્રમ સંવત ૫૦૦ અને ૬૦૦ની પહેલાંની હોવી જ જોઈએ કે જે આપણે આજે આ ઉપરથી સમજી શકીએ છીએ. આપણી કોમની વસ્તી વધુ પ્રમાણમાં કપડવણજ, મહુધા, ચુણેલ, ગેધરા, વેજલપુર, લુણાવાડા, વીરપુર, આટલા ગામમાં છે અને દરાપરા, ઘાયજ, સાધી, વડનગર, સુરત, ભરૂચ વિગેરે ગામમાં જે કે થોડા પ્રમાણમાં હોવા છતાં વસ્તી જરૂર છે એમ જણાવ્યું હતું. આપણી કમને આધુનીક ઈતિહાસ વર્ણવતાં તેમણે જણાવ્યું કે આપણી કેમ સામાન્ય રીતે બહાર દેશાવર ઘણા કાળથી કપડવણજના શેઠ લાલભાઈ ગુલાલભાઈને કુટુંબના નામથી પ્રખ્યાતી પામેલી અને આજે પણ આપણી કેમ તે કુટુંબના નામે ઓળખાવવાના માટે અભીમાન ધરાવે છે. કપડવણજ બાબત બોલતાં તેઓએ જણાવ્યું કે અત્રેના ભાઈ વાડીલાલ મનસુખરામ ત્રણવાર યુરોપ-અમેરીકાની મુસાફરી કરી આવેલા છે. શેઠ બાબુભાઈ મણીભાઈ સાંગાઈ જઈ આવેલા છે. આ સીવાય ધંધાના દરેક ક્ષેત્રમાં લગભગ આપણી કેમના ભાઈઓને સારી રીતને ફાળે છે. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ જ્યન્ત મેટલના કારખાનાના માલીક છે, તેમજ માઈનીંગ એટલે ધાતુઓ અને ખનીજોની ખાણોના ખેદકામ વિગેરેના સાહસમાં મેટે ભાગ લઈ રહ્યા છે. આવી રીતે ધંધાના ક્ષેત્રમાં કપડવણજ સારે ફાળે છે, વળી અત્રેની મ્યુનિસિપાલીટીના પંદર હિંદુ સભ્યોમાં આપણી જ્ઞાતીના પાંચ સભ્ય છેતેમજ તે બધા એકમેકની સાથે મળી પૂર્ણ સહકારથી કામ કરે છે, તેમજ વકીલ, ડોક્ટરે અને બીજી પધીઓવાળા પણ છે અને કેટલાએ તે દિશામાં પ્રગતિ કરી રહ્યા છે. આ સિવાય ધાર્મિક ક્ષેત્રમાં પણ કપડવણજને ફાળા સારે છે. પુ. આચાર્યદેવ આગમધારક શ્રીમદ સાગરાનંદસુરીશ્વર જેવાની આ જન્મભૂમિ છે. તદઉપરાંત ઘણા સાધુસાધ્વીઓની આ જન્મભૂમિ છે. સાધસાધ્વીઓના કાણાઓમાં આ ગામને માટો કાળો છે. એટલું જ નહીં પણ શ્રીમાન માભાઈ જેરલાલ તથા લલ્લુભાઈ કેવળદાસ પાદશાહ જેવાએ તે પિતાનું આખું કુટુંબ વૃધ્ધથી તે બાળ સુધી સાધુ સંસ્થાને અર્પણ કર્યું છે. આ રીતે ધર્મની બાબતમાં પણ આ ગામે મહેટ ફાળો આપ્યો છે. આવી રીતે આર્થિક, ધાર્મિક તેમજ વ્યવહારીક દીશામાં કપડવણજની પ્રગતી ઠીક ઠીક પ્રમાણમાં આગળ વધેલી છે. . તેઓએ ગેધરા સંબંધી બેલતાં જણાવ્યું કે, ગોધરા પણ પ્રગતીની બાબતમાં જરા પણ ઓછું નથી. શ્રીયુત ડોકટર માણેકલાલભાઈ તથા રીટાયર્ડ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ ભાઈ મહાસુખલાલ મનસુખભાઈ ઘણી જાણીતી વ્યક્તિઓ છે. ડે. માણેકલાલભાઈ તે પૂજ્ય ગાંધીજીના અનન્ય અનુયાયી તેમજ મ્યુનિસિપલ અને કલર્ડ અને એવી બીજી અનેક સંસ્થાઓની અંદર પ્રેસીડન્ટ જે ઉચ્ચ દરજજો ધરાવે છે. તેમજ સારામાં સારો સહકાર આપી રહ્યા છે. પંચમહાલ કેળવણી મંડળ અને રૂરલ ડેવલેપમેન્ટ કમીટીમાં પણ તેમને મોટો હાથ છે. આ સિવાય ઉચ્ચ કેળવણમાં આગળ વધેલા જેવા કે B. s. c., B. E., L.J. . ડેકટરી લાઇન વિગેરે અનેક વિવિધ લાઈનમાં ઘણા ભાઈઓ પ્રગતિ કરી રહ્યાં છે. આ ઉપરથી માલુમ પડશે
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy