SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશા નીમા જૈન સંમેલન પ્રથમ અધિવેશન عهع મુ. કપડવણજ તા. ૨૪-૨૫-૨૬ મી જુલાઈ સને ૧૯૪૪ અધિવેશનની કાર્યવાહિની વિગત. વિશા નીમા જૈન જ્ઞાતિના સમગ્ર પાંચ ગામના સંમેલનની શરૂઆત નીર્દેષ કરેલા સમયે આજરોજે બપોરના બે વાગે કપડવણજ મુકામે પંચના ઉપાશ્રયે થઈ હતી. અને તેનું કામકાજ બરોબર બરના ૨-૩૦ મીનીટે શરૂ થયું હતું. શરૂઆતમાં ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે કપડવણજના ડેલીગેટેની ઓળખાણ દરેકના મોભા અને દરજજા મુજબ કરાવી હતી અને એ જ પ્રમાણે ગોધરાના ડેલીગેટની ઓળખાણ ભાઈશ્રી ગીરધરલાલ હેમચંદ શાહે કરાવી હતી. વેજલપુરની ઓળખાણ ભાઈ છબીલદાસ મણીલાલ શાહે કરાવી હતી. લુણાવાડા તેમજ વીરપુરની ઓળખાણ વકીલ શ્રીયુત ભાઈ ભાઈચંદભાઈ જેચંદભાઈ તેલીએ કરાવી હતી. ચુણેલ, મહુધા, સાધી અને કાનમ તરફના ગામોના ડેલીગેટોની ઓળખાણ ભાઈ સામળદાસ ભુરાભાઈ શાહે કરાવી હતી. દરમ્યાન ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે વડનગરથી આપણી વિશાનીમા કોમના બે જૈન ભાઈઓની ઓળખાણ આપી હતી, ગોધરાવાળા શ્રીયુત ડૉક્ટર માણેક્ષાલભાઈની સુચનાથી વડનગરવાળા ભાઈઓએ પિતાની ટુંકી રૂપરેખા જણાવી. જણાવ્યું કે હમ આજ ત્રણસો વરસ પહેલાં ગુજરાતથી માળવા ગએલા: આશરે ત્રણસો ઘર હતાં જેમાંથી આજે અમે માત્ર બેજ ઘર જૈન રહ્યા છીએ. સાધુસાધ્વીના વિહારના અભાવે બાકીના ભાઈઓએ વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો છે. વડનગરના આવેલા ભાઈઓનાં નામ ભાઈ સાગરમલજી તથા ભાઈ મનાલાલજી એ પ્રમાણે હતાં. સાથે સાથે કપડવણજના આપણું જ્ઞાતીના અદુઅર વયેવૃદ્ધ ગેર શ્રીયુત મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રીય તેમજ તેમના ભત્રીજા શ્રીયુત કાંતીલાલ કેશવલાલ B. A. ની ઓળખાણ ભાઈ વાડીલાલે કરાવી હતી. ત્યાર પછી તરતજ સંમેલનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ વાગે સ્વાગત ગીત ગવાયું હતું અને ત્યારબાદ સ્વાગત કમીટીના ચેરમેન શ્રીયુત નગીનભાઈ વાડીલાલ વકીલે પિતાનું સ્વાગત ભાષણ શરૂ કર્યું હતું. તેમના ભાષણમાં સર્વે પધારેલા ભાઈઓને અપુર્વ રીતે આવકાર આપવા ઉપરાંત આપણું વિશાનીમા જૈન કેમની આદિથી તે અત્યાર સુધીની ઝાંખી રૂપરેખા આપી હતી. તેમજ આ સંમેલનની ઉત્પત્તી સંબંધી બેલતાં જણાવ્યું કે શ્રીયુત ચીમનલાલ ડાહ્યાભાઈએ સંવત ૧૮૮૮ ની ચૈત્રી શાશ્વતી અબેલની ઓળી કરાવી પાંચે ગામના ભાઈઓને આમંત્રણ આપેલાં અને તે સમયે આ શુભ પ્રસંગને લાભ લઈ આવા સમેલનની જરૂરત સમજી ભાઈ વાડીલાલ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy