SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ગણાય છે તેમના ધરડાઓએ પાતાના ઘરમાં રાખી હતી, તે સંવત્ ૧૮૫૦-પર માં મલ્હારરાવ ગાયકવાડની ગજરાંબાઈ નામની દીકરીનુ લગ્ન થયું, આ કામમાં દેશાઇ લોકોએ સારી મદદ કરી તેથી, તે લેાકા ઉપર મલ્હારરાવની સારી મહેરબાની થવાથી, દેશાઇએની માગણીથી નારણદેવનુ મદિર બંધાવવા અમુક રકમ આપી અને દેશાઇઓએ મંદિર બધાવી મુર્ત્તિ સ્થાપન કરી. તે દેશાઇના વંશજો હાલ હયાત છે. – આ ગામમાં વારાઓનાં પ્રથમ એક હજારને આશરે ધર હતાં. કુંડવાવની સામે જે પેાળને જૂની વાહેારવાડ કહે છે તે જગાએ તથા જે જગાને હાલ પાડાપાળ કહે છે ત્યાં તેમનાં ધરા હતાં. તેમ ધારવાનું કારણ એ કે પેાળનુ નામ વાહોરવાડ છે, તેમજ કેટલાંક ધરામાં ટાંકાં માલમ પડે છે. એ જગેાએ કુવા પણ વધારે નીકળે છે. વળી પાડાપાળને નાકે હાલમાં તે લેાકેાની મસળદ છે. તે ઘણીખરી ભાંગી ગઇ છે. હાલમાં વેહેારા તેને સાફ રખાવે છે. વાહેારાઓને રાજગાર પડી ભાંગવાથી કેટલાક લેાકેા નાસી ગયા છે, અને જે રહ્યા છે તે પેાતાની અસલ જગા છેાડી બીજી અલગ જગામાં જઈ વસ્યા છે. હવે દિનપ્રતિદિન તેમની વસ્તી તથા રાજગાર વૃદ્ધિ પામતા જાય છે, તેથીજ આ ગામને શહેરાની પંક્તિમાં ગણાવવાને લાયક થાય છે. હાલમાં તે જથાબંધ રહે છે. તેમના ધરાની બાંધણી જોવા લાયક છે. તે લેાકેા સાબુ તથા કાચ દેશાવર ખાતે ધણા ફેલાવે છે. હાલ તેમનાં સાતસે ધર છે. તેમની જૂની જગામાં હાલ હિંદુઓની વસ્તી છે. – આ ગામમાં પ્રથમ સલાટ લેાકા (પત્થર ધડનાર) ની વસ્તી આશરે ચારસે ધરતી હતી. જેને હાલ સલાટવાડેા કહે છે ત્યાં તે લાર્કા જથાબંધ રહેતા હતા. – એ પેાળનું નામ તેમના રહેઠાણ ઉપરથી “સલાટવાડે” પડયું છે તે હજુ પણ કાયમ છે. તે લેાકેાના ધંધા કમી થવાથી તેએ જતા રહ્યા અને તે જગાએ હાલ મેાઢ બ્રાહ્મણ રહે છે. સલાટવાડાની પાસે કાંટાવાળી ખડકી છે તે નામ પડવાનું કારણ એ કે પહેલાં ત્યાં ધી તેાળવાનેા કાંટા હતેા અને હજારા મણુ ધીને તાલ થતા. - અતિસરી દરવાજા નજીક હાલ જે કસારવાડા કહેવાય છે ત્યાં પહેલાં કસારા લેાકેાનાં આશરે ૩૦૦ ધર હતાં. તે લેાકાને ધંધો પડી ભાંગવાથી તે પણ જતા રહ્યા. હાલ જે હસદ માતાનું મંદિર છે તે કંસારા લોકેાની દેવી છે. તે માતાની મુર્ત્તિ પ્રથમ રાહને આરે ગામ હતું. ત્યારે ટાંકલાની દેરીએ હતી, ત્યાં પત્થરનું બાંધેલું તળાવ હતું ત્યાંથી કસારા લાકા એ મુર્તિને લાવ્યા. જ્યારે એ લેાકેા આ નવી જગાએ રહેવા આવ્યા ત્યારે તે મુર્તિની હાલની જગાએ સ્થાપના કરી. હોલે તે કંસારવાડામાં મેઢ બ્રાહ્મણ તથા શ્રાવક લેાકેાની વસ્તી છે. સારા લેાકેા અહીંથી નડીયાદવીશનગર ને ડભાઈ જઇ વસ્યા છે ને ત્યાં હાલ કપડવ’જી ને નામે ઓળખાય છે. — આ ગામમાં લુહાર લેાકેાનાં આશરે ચારસે ધર હતાં. હાલ જ્યાં નદીના દરવાજે કુંભારવાડાની સામે વહેરી માતાની પાળ છે ત્યાં રહેતા હતા. તે લોકો નાશી ગયા તેનું કારણ એમ કહેવાય છે કે એ લાકા ખાણમાંથી લેઢું ગાળતાં હતા, તે લેઢું ગાળતાં તેમાં કઈ વનસ્પતિને પદાર્થ મળવાથી રૂપું બન્યુ, તે રૂપુ ં શી રીતે બન્યું ? તે માલમ પડયું નહીં. તેથી તે લેકાએ જાણ્યુ કે રાજ્યમાં જાણ થશે તા આપણને દુઃખ દેશે તેમ જાણી નાશી ગયા. તે લકાની ભઠ્ઠીએ મેહેાર નદીને કાંઠે હતી. જે લાટુ ગાળેલું તેના કાટના મજબુત ટેકરા બનેલા છે. તે ઉપરથી નદીના તે ભાગને કાટડીએ આરા કહે છે. જે ખાણામાંથી લાટુ' ગાળતા હતા તે ખાણેા હાલ હયાત છે. કાઇ હુન્નરી માણસ તેનું માપ કાઢી તજવીજ કરે તે લેાઢુ નીપજે. પરંતુ આ ગામમાં હુન્નરી માણસેાની ધણી ખેાટ છે. જો હુન્નરી માણસા હાય તે। સાબુ અને કાચ બનાવવામાં પણ મોટા સુધારા થાય. આ ખાટ-કૃપાવંત પરમેશ્વર
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy