________________
૨૨૯
વંશજોએ બીજા લેકોને વેચાણ આપી છે, તેમના વંશના હાલમાં વાડાસીનેરમાં નેકર છે. જેને નદીને દરવાજે કહે છે ત્યાં આગળ જેઈઆ નામના મુસલમાનોને વસાવ્યા. દરવાજાની અંદર તેમનાં ઘર છે તથા તેમને ચરો પણ છે. તે ચરે પડી જવાથી હાલ સુધી તેનાં કોટડાં ઉભાં છે જેઈઆ લોકે આ ચરાની અંદર એક માતેલે ઘેટો બાંધતા હતા. રસ્તે જનાર આવનાર લેકને તે ઘેટાને સુંઘવાની ફરજ પાડતા એવી રીતને એ લોકોને જુલમ હતો તેથી બીબીએ તે જુલમગારેને સજા કરી તેમની જાગીર લઈ લીધી ને તેમની હવેલીઓ વિગેરે મકાને ખોદી નંખાવ્યાં, એ જગમાં હાલમાં જેઈઓના વંશના ઈસબખાં ગુલાબખાં કરીને રહે છે. કેટલીક જગમાં રાવળીઆ તથા વણકર (ઢેડ) રહે છે, એ જગમાં હાલ ખોદાણ કરે છે તે જુની ઇમારતના પત્થરે વિગેરે નીકળે છે. એ જોઈ લેકેની જાગીરમાં મેહેર અને વરસી નદીની વચ્ચેની કેટલીક જમીન છે. ઉત્તર તરફ જ્યાં હાલ ડબગર લેકેની વસ્તી છે ત્યાં એક દરવાજો હત, તે દરવાજે હાલમાં પૂરી નાખેલો છે, કારણ કે ત્યાં સારા માણસની વસ્તી નહીં હોવાને લીધે, બીજી કઈ પ્રકારની ધાસ્તીને લીધે, તથા ઘણા લોકોની અવર જવર નહીં હોવાને લીધે, બીબી સરકારે તે દરવાજો પુરાવી તેને બદલે, ઘાંચીવાડા આગળ એક નાનો દરવાજો પાડ્યો. ત્યાં ઘાંચીની વસ્તી જાદે છે ને દરવાજો નાનો તેથી તેને લેક ઘાંચીબારી કહે છે.જેને હાલ સરકારી કોટ કહે છે તેને પહેલાં સરકારી ગઢી કહેતા. તેમાં હાલમાં મામલતદાર, ફોજદાર, સબરજીસ્ટર, વગેરેની કચેરીઓ છે. પહેલાંની કચેરીનું મકાન સારૂં નહીં હોવાથી બીજી જગાએ હાલ નવી કચેરી કરાવી તેને તા. ૧૭ મી માર્ચ સને ૧૮૮૦ થી ચાલતી કરી છે. - જૂની સબરછટ્ટરની કચેરી આગળ લાડણબીબીની કબર હાલ પણ છે સરકારી ગઢીમાં બીબીને રહેવા માટે મકાન હતાં તેના ખંડિએરે હાલ જોવામાં આવે છે. વળી કચેરી આગળ જૂનાં ખંડિએરે હતાં તે તેડી નાંખ્યાં છે. નવી કચેરી કરાવી તે વખતે જૂની ઇમારતના પાયા નીકળ્યા હતા. એ કોટમાં નાને દરવાજો છે ત્યાં વેપારી લોકોને નિકાલ નથી તેથી તે દરવાજે જકાત લેવા નાકેદાર બેસતું નથી. બાકીના દરવાજે બેસે છે. હાલમાં જ્યાં મ્યુનિસિપાલીટિ છે તે જગને હાથીઆ બુરજ કહે છે કારણકે બીબીના વખતમાં ત્યાં હાથી બંધાતા હતા. હાલમાં કપડવંજ કોઈપણ ભાગ એ બીબીના વંશજોને તાબે રહ્યા નથી. તેમના વંશજો વાડાસાનેર તથા વીરપુરમાં હાલ રાજ્ય કરે છે. વાડાસીનેર આ ગામથી બાર ગાઉ પૂર્વ દીશામાં છે. – વાડાસીનેરના નવાબી રાજ્યમાં હાલમાં ઠાસરાના વતની રા. રા. પ્રેમચંદભાઈ કરીને વણિક જ્ઞાતિના સદ્ગહસ્થ કારભારી છે. આ કારભારીથી ગામમાં ઘણો સુધારો થયો છે. રૈયતને પણ સુખમાં વધારે થયો છે. લોકોને દરેક પ્રકારની કેળવણી આપવામાં તે ભાઈની દીર્ધ દૃષ્ટી છે. મોઢ બ્રાહ્મણની જ્ઞાતિમાં વારંવાર કુસંપનો જુસ્સો આવતા. અને અમલ કરવાની જે જે યોજના કરે, તેને આ ભાઈ પિતાના જે પુરી નહીં પડવા દેતા કુસંપ રૂપી સ્વારને પ્રવેશ કરવા દેતા નહિ. આ મહતુ કાર્યથી તે ભાઈને ઘણો આભાર માની આ પુસ્તક સાથે તેમનું નામ જોડી રાખું છું. હે પરમેશ્વર ! તેમના વંશસ્થમાં સર્વેજન તેવાજે હાજે. - વાડાસીનેર જતાં રસ્તામાં વડોલ કરીને નાનું ગામ આવે છે.
ત્યાં લાડણીબીબીએ પોતાને વિસામો લેવા સારૂ કોટ બંધાવેલ છે. તેમાં એક ફેર કુવો છે તે જોવા લાયક છે હાલમાં તે ઘણો ખરે નાબુદ થતે જોવામાં આવે છે. ', કપડવણજ ગામની આસપાસ ગાયકવાડ સરકારે કોટના રક્ષણને સારૂ ખાઈઓ દાવેલી છે. નદીને દરવાજો અને કોટની બારીની વચ્ચે જે ખાઈ છે તે ખોદતાં આશરે સાત ફૂટ લાંબા હનુમાનની મુર્તિ નીકળી હતી, તેને ગામલોકે સરખલીએ દરવાજે મીઠાભાઈ ગુલાલની જે ધર્મશાળા છે, ત્યાં દહેરૂ બંધાવી બેસાડ્યા છે.– સિદ્ધરાજે કુંડવાવ બંધાવ્યાં ત્યારે જે મુર્તિઓ નીકળી હતી તેમાંની નારણદેવની મુર્તિ, ચૌર્યાશી મેવાડા નામના બ્રાહ્મણો કે જેઓ હોલની પ્રજામ જોશી તરિકે વિદ્વાન વર્ગમાં