SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ –૧૮૪– () ચે ધંધે લોખંડ વિગેરે ખનિજ ઉદ્યોગ, કપડવંજની આજુબાજુની જમીનમાં ડુંગરે અને ટેકરાઓ છે. તેને બદતાં તેની માટીમાં લાલ રજકણે વધુ જણાય છે. એ માટી લેખંડની કાચી ધાતુ છે એ નક્કી છે. આપણા શેકીઆ કુટુંબ તરફથી અને વેહરા ગૃહસ્થમાં મુર્હમ ખાનબહાદુર મહમદઅલી અબદુલકાદર કાંગા શેઠ તરફથી એ કાચી ધાતુની શોધ કરાવતાં સેંકડે ૪૮ ટકા લેખંડ છે એ નિષ્ણાતેને રિપોર્ટ આવેલે પરંતુ પાસે કોલસાની ખાણ જોઈએ તે નથી, તેમજ રેલ્વેથી અઠ્ઠાવીશ મૈલ દ્વર (કારણકે આ રિપોર્ટ ઈ. સ. ૧૯૧૪ પહેલાંને છે કે તે વખતે નડીયાદ કપડવંજ રેલ્વે નહેતી) તેથી ખર્ચ બહુ થવાને સંભવ હોવાથી, એ ઉદ્યોગ જીવતાંવેંત તુરત મરણ શરણ થઈ ગયો છે. (૫) ખેતીની પેદાશ ને તેને વ્યાપાર એ છેલલામાં છેલ્લો કપડવંજને જગ ચાલે છે. ખેતીના ઉધોગ વિષે આગળ કહેવાઈ ગયું છે. તેમ કપડવંજની તળની જમીનમાંથી કપડવંજની પ્રજાને પૂરું પડે તેટલું પણ અનાજ પાકતું નથી. બીજા શહેરોની માફક કપડવંજને પણ અનાજની બાબતમાં પરાવલંબી થવું પડે છે. કપડવંજી પ્રજાને તે ગામડાંમાંથી અને બહાર દેશાવરથી ખોરાકની વસ્તુઓ મંગાવી તેને બદલે અહીંની વસ્તુઓ બહાર મોકલવાની ફરજ પડતી હતી, તે ફરજવાનું બંધે આ હેરફેર કરનાર વ્યવહારીઆ એટલે વ્યાપારીઓએ સ્વીકાર્યો. આ ધંધામાં જીવહિંસાને સંભવ નહીં અને પિતાને જીવવાને ખોરાક તે જોઈએ એટલે આ સ્વાર્થ અને પરમાર્થ એ બન્ને કાર્ય સિદ્ધિવાળા ધંધામાં વિશાનીમા વણિકેએ શરૂઆતથી જ ઝંપલાવ્યું. અને તેમાં તેઓ ઠીકઠીક ફાવ્યા પણ ખરા. અને સીમાં શ્રેષ્ઠ એટલે શેઠની પદવીને પામ્યા. હવે જ્યારે જમીનમાંથી ઝાછું પાકતું નથી ત્યારે તે જમીનને ઉપયોગ છે હતે? તેના જવાબમાં એમ જણાય છે કે કપડવંજ તાલુકાની દક્ષિણ દિશા સિવાયની ઈતર દિશાઓની જમીન “માળ” નામે ઓળખાય છે. તે પડતર રહેવાથી ઘાસ પુષ્કળ થતું તેથી ઢેરની આબાદી સારી સચવાતી. વધુ ઘાસ પરર્દેશ જતું; દુધધી વિગેરે પૌષ્ટિક ખોરાકની સુંઘવારી રહેતી. પરંતુ જ્યારે રેલ્વેનું સાધન થયું ત્યારે રાજપીપળા સંસ્થાનના લેઉવા પાટીદાર, કચ્છના કડવા પાટીદાર, કાઠીઆવાડી લુહારે અને સુથાર, દરજીઓ એ બધાનાં આગમન કપડવંજમાં થયાં. તેમણે માળની જમીન ભાંગીને ખેતી લાયક બનાવી, તેમાં કપાસની ખેતી ખીલવી. બીજી જાતની જમીનમાં મગફળી, વલઆરી, જીરૂ, ગવાર, ભીંડી વગેરે પાક જે જે જમીનને માફક આવે તેવા પાક આ નવા આવનારા ખેડુતોએ અને તેમની
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy