SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોગમાં આપણી નાતે ભાગ લીધે નથી. કારણ કે સાબુ બનાવવાની ક્રિયામાં જીવહિંસાને સંભવ હોવાથી જૈન સંપ્રદાય પ્રમાણે આ ધ શ્રાવક માટે વિર્ય છે. એટલે તે બંધ કરવાની મનાઈ છે. આ ધંધામાં ઘણે ભાગે વેહેરાઓએ ભાગ લીધે હતો અને તેને સારી રીતે જમાવ્યું હતું. પરંતુ કમભાગ્યે ઈ. સ. ૧૮૧૬ એટલે સંવત્ ૧૮૭૨ માં આ ૫ડવંજ અંગ્રેજ વ્યાપારીની કંપની સરકારના હાથમાં આવ્યું ત્યારથી આ ઉદ્યોગનાં પણ નાશનાં પગલાં બેઠાં. ઈ. સ. ૧૮૨૮માં વરાળયંત્રની શોધ થઈ ને તે પછી ત્રીશ વર્ષ થતાં થતાંમાં આગબોટ અને આગગાડી ધસારાબંધ આવવા લાગી. આવવા જવાનાં સાધનો વધ્યાં, એટલે ખર્ચ તથા સમયને પણ બચાવ થયો. જેથી કંપની સરકાર ઉપરાંત તમામ અંગ્રેજ પ્રજા હિંદુસ્તાન ઉપર વેપાર કરવા ઉતરી પડી. અને અહીંના કારખાનાને અનુકુળ વસ્તુઓ સસ્તી અને સરસ લાવી ઢગલાબંધ હિંદમાં ભરી દીધી; આથી આપણું કારખાનાં ખોટ ખાતાં થઈ ગયાં. સાબુના ઉદ્યોગમાં ઉસના ખારની જગાએ કંસ્ટીક સોડા વપરાયે. અને તે પણ સસ્તું અને જોઈએ તેટલે મળે. વળી યંત્રેથી બીજા અનેક જાતના સાબુ દેશમાં ઢગલાબંધ આવ્યા. અને તે વળી સુગંધીદાર અને અહીંના સાબુ કરતાં સેંઘા. આથી આપોઆપ આ ઉદ્યોગ બંધ કરવું પડે. તેના કારખાનાના માલીકે ને મજુર બેકાર બન્યા તે મુંબાઈ આદિ સ્થળે પુટપાથ ઉપર ધંધે શોધતા ફરવા લાગ્યા. (૩) હવે ત્રીજો ધંધે કાપડના વણાટને. હાથે કાંતેલા સુતરને હાથે વણતા વણકરોએ તૈયાર કરેલાં છેતી, પછેડીઓ, ગંજીઆ વિગેરે જથાબંધ થતાં વાહોરાઓ પાઘડીઓ વણતા, ઉંચ વર્ણની સ્ત્રીએ રેંટિયાવતી હાથે સૂતર કાંતતી. ઈ. સ. ૧૮૨૮ પહેલાં તે આ કાપડ વણવાને ધધ પુરબહારમાં હતું. વળી આ ધંધે આપણે નાતના ઘણું લેક પેઢીઓગતથી કરતા. ને તે દેસી વાણિઆની અટકથી ઓળખાતા. કપડવંજ વિશા નીમાની નાતમાં ધંધા ઉપરથી અટકે પડેલી તેમાં મેટે ભાગ અનુક્રમે ગણિએ તે (૧) દેસી (૨) ગાંધી આ બે અટકોની સંખ્યા વધારે છે. જૂને હાથ વણાટને ધંધે બંધ પડે ત્યારે પરદેશથી કાપડ મંગાવી અહીં કાપડીઆ તરીકે ઓળખાઈ તે કાપડ વેચવા માંડયું. હાલના જમાનામાં દરેક ધંધાના “એશિએશન સ્થપાય છે જેને જુના જમાનામાં મહાજન કહેતા. આપણે અહીં કાપડ એસેશિઅન તે બધાં એશિએશને કરતાં પૈસેટકે માતબર અને મેમ્બરમાં પણ વધારે સંખ્યાવાળું અને આપણી કામના સાઠ પિણોસો ટકાવાળું એસેશિઅન પહેલા નંબરનું ગણાય છે. આ ધંધાથી વીશા નીમા વાણિઆનીઆથીક સ્થીતિ ઠીક ઠીક જળવાઈ રહી છે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy