________________
ગેત્ર પણ ગુજરાતના નીમા વણિક જેવાં જ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે મેહનપુરના નાશ પછી ચારસે વર્ષે વસેલા મેડાસાથી પણ સોળમા સૈકાની અંતમાં નાશભાગ થઈને તેઓ બધા ઉપર પ્રમાણે વીખરાઈ ગયા. મેહનપુરની પડતીના સમયથી હીજરતે નીકળેલી નીમા વણિક જ્ઞાતિના અમુક જથા કપડવંજમાં આવ્યા તેને લગભગ આઠસે વર્ષ થવા આવ્યાં તે જથામાં રહીઆ ગાંધીના વડવાઓ અને તેમનાથી જુદા શેત્રના દયાળજી માધવજીના વડવાએ પ્રથમ આવ્યા હોય એમ જણાય છે. દયાળજી માધવજીના વશ જેનાં મકાને જે હાલ ઢાક વાડીમાં છે તેની નજીક તેઓએ પિતા માટે ઉપાશ્રય બંધાવેલ હતું તેની બાંધણી અને કેતરકામ જતાં તે આજથી સાતમેં વર્ષ ઉપરનું મકાન હોય એમ નકકી સમજાતું હતું. હાલ માત્ર દશ પંદર વર્ષ ઉપરજ તે મકાનનું પુનર્જીવન થયું છે. વળી આ બધા પંચને વહીવટ હાલ રહીઆ ગાંધીના કુટુંબના વડી શાખાના વંશજો પાસે છે. તે કુટુંબ કપડવંજમાં પ્રથમ આવેલું તેમને વેપાર, જમીન, ધીરધાર વગેરે મેહનપુર દિશામાં હાલ પણ છે. તેઓ પ્રથમ આવેલા હોવાથી અને પાછળથી આવેલાઓને જોઈતી સગવડો આપી તેમને કપડવંજમાં વસવાને મદદ આપી જ્ઞાતિ સેવાનું કાર્ય આ કુટુંબે યથાર્થ કર્યું હોય એમ જણાય છે. તેમની પાછળ આવેલા જ્ઞાતિજનોએ પણ તેમની આ સેવા કાર્યની કદર કરી, પંચની મિલ્કતને અને જ્ઞાતિબંધારણના કાયદાનો અમલ કરવાને પરવાને આ રહીઆ કુટુંબના વડવાઓને વંશપરંપરા આપી જુના વખતમાં જેને પટેલીઆ કહેતા હતા તેવા માનભર્યા ખિતાબથી તેમને નવાજ્યા હતા, તે હાલ આઠસે વર્ષથી ચાલુ છે. રહીઆ ગાંધીના કુટુંબમાં શકિતશાળી પુરુષે જે તે સમયમાં હયાત હતા. તેઓને એ કુટુંબીઓએ પિતાના તરફથી પંચને વહીવટ કરવાને સેપેલ હતો. અને તે વહીવટદારોએ સારે વહીવટ ચલાવ્યો હતો. જેમાં ગાંધી કેવળદાસ તથા ગાંધી રેતીચંદના નામથી હાલની વિશાનીમા વણિક મહાજનની ઘણીખરી વ્યકિતઓ સારી રીતે ઓળખે છે. હાલમાં રહી આ ગાંધીના વડિલ શાખાના લીંબાભાઈ ગુલાબચંદ જોઈતાદાસના જેષ્ઠ પુત્ર વાડીલાલના મોટા દીકરા ગાંધી નગીનદાસ વાડીલાલના હાથમાં પંચને વહીવટ છે અને પંચની મિલ્કત તેમના નામ ઉપર છે.
આ પછીના સમયમાં ચાંપાનેરની પડતીની નિશાની આ ચકોર નાતના ગૃહસ્થને જણાઈ. તેથી ચાંપાનેરથી કહો કે મોડાસા તરફથી શેઠ હીરજી અંબાઈદાસના નામથી ચાલતું શેઠીઓ વર્ગનું કુટુંબ અને તેમનાં સગાં સહોદર કપડવંજમાં એવી વસ્યા. તેમની પાછળ મંડાસા તરફથી મુકામ કરતા કરતા બીજાં કુટુંબે આવતાં ગયા અને ચાંપાનેરને વેપાર તુટયો અને તે શહેરની પડતી સ્પષ્ટ જણાય ત્યારે ત્યાંથી ખસતા ખસતા ગેધરા-જાહેર-ઝાલોદ-વેજલપુર-ગાડી