SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આ અરસામાં લાંબી મુદત ટકી રહે કે તેમાં વધારે થાય એવી કોઈ યોજના શ્રીમતેઓ કે સાહસિકોએ વિચારી નહિ અને ચીનાઓની માફક પિતાની જુની ઘરેડમાં ચલાવ્યા કર્યું. આ તેમની અનુદાર વૃત્તિને લાભ આજુબાજુનાં બીજા ગામેએ લીધો ને તે પગભર થયાં. મીલ ઉદ્યોગ કાઢવાને કેઈએ પ્રયત્ન કર્યો જણાતું નથી. વળી આ અરસામાં મુંબઈથી અમદાવાદ રેલવે આવી તે સમયે પ્રયત્ન કરી સહજ વળાંક લઈ કપડવંજને રેલવે સાથે જોડયું હોત તો અત્યારે કપડવંજ તે છોટી મુંબાઈ જેવું સ્થળ બની ગયું હોત. પરંતુ કુદરતને કપડવંજની જાહોજલાલી પસંદ નહોતી જેમ આ અરસામાં દ્રવ્ય સંપત્તિમાં ઓટ આવ્યું તેમ સંતતિમાં પણ બહુ ખૂટકે પડશે. સાધનસંપન્ન, સાહસિક વૃત્તિવાળા શેઠીઆઓના નવજુવાન નબીરાઓ અલ્પાયુષી થઈ નિઃસંતાન ઉપડી ગયા. આ અરસામાં માત્ર નગર શેઠ જેના કુટુંબની વંશાવળી જોતાં આ કુદરતી ફટકાથી થરથરી જવાય છે. પ્રથમ શેઠ મીઠાભાઈ (૨) તેમના પુત્ર કરમચંદભાઈ (૩) શેઠ લલ્લુભાઈ, (૪) દેલતભાઈ (૫) શીવાભાઈ આ ચારે શેઠી આ ભરયુવાન વયે અને તે વળી નિઃસંતાન. તે પછી (૬) શેઠ ગીરધરભાઈ (૭) શેઠ નહાલચંદ ભાઈ આ બે ભાઈઓ પણ ભર યુવાન વયે અને નિ:સંતાન. આવા નવડેલ આદર્શ વ્યક્તિ સમાન જેની લગભગ ચાલીશ વર્શ સુધીની જીંદગીની આશા રાખીએ તેવા ટુંકી ઉમ્મરમાં ઉપડી ગયા આથી ન્યાતની અને ગામની કમનસીબીની પરાકાષ્ટા આવી ગઈ હતી. આ પછી બીલકુલ ગમખ્વાર અને સખતમાં સખત ફટકે પડે કે જે કપડવંજ ગામની જીંદગીમાં તે ફટકો પડયે નહીં હોય તે શેઠ મણીભાઈ શામળભાઈને દેહોત્સર્ગ આ એક અતિકરૂણ અને દુઃખદ બનાવ બન્યું છે. મહેમ શેઠની ઉમ્મર માત્ર વીશ વર્ષની ભાગ્યે હશે. તેમને પ્રજામાં માત્ર દોઢ વર્ષની બાળકી નામે ચંપા બહેન તેને અને યુવાન વિધવા શેઠાણીને કકળતાં મૂકી પિતે દેહોત્સર્ગ કર્યો. આ અરસાની આસપાસ નાતના સાહસિક યુવાને કે જેની ભવિષ્યની જીંદગી બહુ ઝળકતી નીવડવાનાં ચિહ્નો દેખાતાં હતાં તેવા યુવાને, પ્રોઢે, આધેડ ગૃહસ્થ અને નાતની મર્યાદા અને શોભા સાચવનાર વૃદ્ધ ગૃહસ્થો એક પછી એક ટુંક મુદતમાં સ્વર્ગવાસી થયા. આ ફટકાઓથી વીસા નીમાની નાતના જીવંત પુરુષ હતાશ થઈ ગયા. વેપાર અને દ્રવ્યમાં ઓટ આવ્યું તેથી તેમની ચાલતી પેઢીએ (દુકાને) બંધ થઈ ગઈ તે સમયના ઢસે ઘરમાં લગભગ સે એકને આશરે
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy