SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ —૧૫૭ પણ આ કુટુંબની સારી પ્રતિષ્ઠા છે. સમસ્ત હિંદુની જૈન સ’પ્રાદાયની શેઠ આણુજી કલ્યાણજીની પેઢીની વહીવટી કોન્સિલમાં કપડવંજ તરફથી એક પ્રતિનીધિ તરિકે શેઠ રમણભાઈ ઉર્ફે ખાખુભાઈ મણીભાઈ ખિરાજે છે તેમની કાર્યદક્ષતાએ જૈન સંપ્રદાયમાં કપડવંજને અને વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિને શેશભાવ્યાં છે. આ પછી સાર્વજનિક સખાવતા કરનાર તરિકે શેઠીઆ કુટુંબ પછી પહેલું નામ પરિખ વાડીલાલ મનસુખભાઈનું આવે છે. તેમને બાળ કેળવણી ને તેમાં કન્યા કેળવણી તરફ વધારે રસ જાય છે. નવચેતન હાઇસ્કુલમાં કોઇપણુ નાતની ને ધર્મની બાળા પહેલા ધેારણથી તે છેલ્લા ધેારણ સુધી ભણતી હાય તે સઘળાંની માસીક ફી પરી. વાડીલાલભાઈ તરફથી સસ્થાને અપાય છે. વળી કવે યુનિવર્સિટિના કાને અભ્યાસ કરવા ઇચ્છતી માળાઓ માટે તેમનાં સદ્દગત માતુશ્રી ગજરાબાઈના નામથી મહિલા વિદ્યાલય શરૂ કરવાને તેને નીભાવવા એ નવચેતન વિદ્યાલયની સાંસ્થાને પચેાતેર હજાર રૂા. ની માદશાહી સખાવતે ભેટ કરી છે. આજ પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જૈન પાઠશાળાને મદદ કરવા અને સાર્વજનિક ઉપયોગમાં લેવા માટે તેમના સદ્ગત પુત્ર કસ્તુરભાઈના નામથી વાંચનાલય અને પુસ્તકાલય સ્થાપન કર્યું" છે. આ પુસ્તકાલયમાં અદ્યતન વિજ્ઞાનનાં, સાહિત્યનાં, અને ખીજા ઉપયોગી પુસ્તકો સાથે ધાર્મિક પુસ્તકોના જથા પણ સારા રાખ્યા છે. આ પુસ્તકાલયમાં બીજા જ્ઞાતિમ એ અમુક અમુક વિષચાનાં પુસ્તકોનાં કબાટે ભેટ આપી આ પુસ્તકાલય ઘણી સારી સ્થીતિમાં પગભર થયું છે. હાલમાં સ્વસ્થ જયન્તિલાલ શકરલાલ આદિતલાલ પાદશાહના નામથી સાર્વજનિક ધર્મદા દવાખાનું ચાલે છે તેના સઘળા ખર્ચે, મર્હુમ જયન્તિલાલના ભાગીદાર ચીમનલાલ ડાહ્યાભાઈ કેવળદાસ તરફથી પૂરા પડાય છે. આ દવાખાનામાં પણ કોઈ જાતના ભેદભાવ નથી તેમજ છેવટના સુધારા સુધીનાં દવાનાં અને એપરેશનનાં સાધનાથી દવાખાનું ભરપુર છે. આ દવાખાનાના લાભ આજુબાજુના ગામડાંના લાકો પણ લે છે. આ સિવાય હિંદુ પ્રસુતિગૃહ ( સુવાવડ ખાતું ) તેમાં ભાઈ ચીમનલાલભાઇએ તથા પરીખ વાડીલાલભાઈએ દર વર્ષે સારી રકમ આપવી શરૂ કરી સદરહુ સસ્થાને પગભર કરી છે જેના લાભ હિંદુ વર્ણની દરેક કામ લેછે. આવી અનેક રીતે કપડવંજી વીશા વણિક મહાજન જ્ઞાતિના ગૃહસ્થા પાતે સાધન સપન્ન થાય અને પેાતાને સારી તક મળે તે સાર્વજનિક કાર્યોમાં સખાવત કરવામાં પાછા પડતા નથી પણ ઉદાર હાથે નાણાં વાપયે જ જાય છે. નીમા વિષ્ણુક મહાજન જાતી ચાતુર્થ્યના સમયની વૈશ્ય વર્ણ માંથી ઉતરી આવેલી બહુ પુરાતની જાત છે. તેમના મુળ વડવાઓના સમયની સેવાવૃત્તિ, ઉદ્દારતા,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy