________________
બાજુએ નાની ધર્મશાળા છે તે નીમા વાણિઆના ફૂલગુરૂ (ગેર) ઔદુમ્બર બ્રાહણે તરફથી સ્થાપન કરેલ છે તેની આસપાસ બાકી રહેલી બાજુમાં આ શેકીઆએ ભવ્ય ધર્મશાળા બંધાવી છે. તે એમની ધાર્મિક અને સાર્વજનિક ઉદારતાને પુરાવો છે.
(૯) દશે લેખ ઉપરનું વિવેચન પૂરું કરી અગીઆરમી કલમના ઉતારા ઉપર આવીએ તે કપડવંજ નિવાસી વિશા નીમા વણિકની ધાર્મિક અને સાર્વજનિક ઉદારતાથી આકર્ષાઈ લેખ સંગ્રહના પ્રગટ કર્તાને પિતાની પ્રસ્તાવનામાં લખવું પડ્યું છે કે વીશા શ્રીમાળી, ઓશવાળ અને પિરવાડ જેવી જૈન સંપ્રદાયી જ્ઞાતિ એની વસ્તીની સંખ્યાના પ્રમાણમાં ઓછી સંખ્યા હોવા છતાં કપડવંજ વીશા વણિક જ્ઞાતિ સખાવતેમાં સંપૂર્ણ સંતોષી મન સાથે હરોળમાં ઉભી રહી છે, તે વાચન વાગ્યાથી ભવિષ્યની પ્રજાને ઉત્તેજનકારક અને આવકારદાયક નીવડશે એ નિસંશય છે.
હાલના સમયમાં એટલે સંવત ૨૦૦૧ પછી એક વીસમી સદીમાં કપડવંજમાં વિશા નીમા વાણિઆનાં ૨૩૨ લાણું છે આટલી વસ્તીમાં આઠ દેરાસર છે. બીજી સંપ્રદાયની વસ્તીના પ્રમાણમાં આ દેરાસરની સંખ્યા સારી ગણાય. કપડવંજમાં ઘરની સંખ્યા સાત હજારની છે. તેમાંથી ત્રણ હજાર ઘર વિહોરા અને સુન્ની મુસલમાનનાં બાદ કરીએ તે ચાર હજાર ઘર હિંદુઓ ના રહે તેમાંથી વાઘરી કાળીજાટ-ભીલ વિગેરે મજુરી કરનાર કે ખેતી કરનાર વર્ગનાં એક હજાર બાદ કરીએ તે ત્રણ હજાર ઘર ઉરચ વર્ણના ધર્મના સંસ્કાર ઝીલી શકે સમજી શકે તેવા હિંદુઓનાં રહે. તેમને માટે બધાં દેવસ્થાન એટલે મહાદેવ-માતા-હનુમાન શ્રીરામજી, નારાયણદેવ-શ્રીકૃષ્ણ આદિ દેવ મંદિરે ગણીએ તે ભાગ્યેજ વિશની સંખ્યા થાય. વસ્તીના પ્રમાણમાં જૈનેનાં દેરાસર દરત્રીસ ઘરે એક દેરાસર આવે છે તે હિસાબે જૈનેતરનાં દેવસ્થાને એકસે હોવાં જોઈએ. પણ તેમ નથી. તેનાં મુખ્ય કારણ બે છે. (૧) જૈનેતરમાં ઘણા ખરા ઘરમાં પિતાના કુળદેવ અને ઈષ્ટદેવની પુજા–સેવા ને પ્રાર્થના કરવા માટે દેવઘર જેવી અલગ જગા હોય છે ને તેમાં પિતાના દેવની મુર્તિએ કે છબીઓ હોય જેની દરરોજ પુજા-સેવા-પ્રાર્થના વિગેરે કરાય છે. જૈન સંપ્રદાયમાં આવા દેવઘરની પ્રથા નથી. સઘળું દેવકાર્ય દેરાસરમાં જ થાય છે. ભગવાનને પુજાની સામગ્રી ચંદન વિગેરેની જોગવાઈ પણ ત્યાં જ હોય છે એટલું જ નહીં પણ કેટલીક જગાએ તે નહાવાના પાણીની સગવડ અને પવિત્ર કપડાંની સગવડ પણ દેરાસરમાં હોય છે એટલે તેમનાં દેરાસરે પિળે પળે રાખવાં પડે છે. (૨) જૈન ભાઈઓને પિતાના ઈષ્ટ દેવની પુજા કરવાની ધગશ પણ તિવ્ર હોય છે. દેરાસરમાં સાધન સામગ્રીની સગવડને લાભ તેના