SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન ધર્મ અને જૈન ધર્મ સાથે સાથે ધરકદર ચાલતા હતા. અને વળી તે સમયમાં નિયમાવાણિજ્ય આ તરફ આવેલાં નહીં તેથી તેમની નાતના લેખે બહુ મળી આવતા નથી. (૨) પ્રત્યેક લેખ સંબંધી વિવેચનઃ–ઉપરના નં. ૧૧ લેખેના ઉતારામાંથી નં.૧ અને નં. ૯ વિષે પ્રથમ આ વિવેચન છે. આ બનને લેખમાં બિંબ ભરાવ્યાં કે પ્રતિષ્ઠા કરાવી એ કઈ ઉલ્લેખ નથી. નવમા નંબરમાં પાદુકા સ્થાપનને ઉલ્લેખ છે. તેને સં. ૧૮૭૩ એટલે માત્ર ૧૩ર વર્ષ ઉપરને આ લેખ છે. તેનું લખાણ હાલના જમાનાને ઘણે અંશે મળતું આવે છે. તેમાં જ્ઞાતિ-શાખા-શેત્ર-કુટુંબ પરિવાર આદિને સ્પષ્ટ ઉલ્લેખ છે. નં. ૧૪૬૦ને લેખ જે સૌથી પહેલે ઉતાર્યો છે તેમાં પાદુકા કે પ્રતિમા કાંઈ કરાવ્યું જણાતું નથી. આ લેખ આજથી લગભગ એક હજાર વર્ષ ઉપરને છે. એ લેખની ભાષા સંસ્કૃત સાથે વધારે મળતી અને મેવાડી ભાષાને કંઈક મળતી આવે છે. એ લેખ ઉપરથી શ્રી કેસરીઆજી પ્રભુની સ્થાપનાને સમય માની લેવાની ભૂલ ન થાય તે માટે આ વિવેચન છે. લેખ ઉપરથી જણાય છે કે લેખ કેતરાવનાર ગૃહસ્થ દેવળની મરામત કરાવી હશે કે દ્વાર કર્યો હશે. ગુજરાત સર્વ સંગ્રહ પુખ્તકના પૃષ્ટ ૧૩૮ ની કુટનેટમાં લખે છે કે –“જૂનામાં જૂનાં જૈન દહેરાં આબુપરનાં તથા ચંદ્રાવલીનાં છે. તે સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધીમાં બંધાયાં છે. જૈન દહેરાં પ્રથમ બંધાએલાં તે સંવત ૪૧૨માં નવા આચાર્ય માન તંગસુરના કાળમાં કેઈ કહે છે કે તે પહેલાં હતાં પણ પ્રસિદ્ધ નહતાં.” આ ઐતિહાસિક નેંધ સાચી ઠરે છે. ઈ. સ. ૧૦૨૨ થી ૧૯૭૨ સુધીના સોલંકી વંશના પહેલા ભીમદેવ રાજાના સમયમાં તેના પ્રધાન અને સેનાપતિ નીમશાએ આબુ ઉપર ત્યાંના રાજા જગદેવ પરમાર ઉપર ચઢાઈ કરી તેની પાસેથી આબુ પર્વતનાં કેટલાંકશિખરે કબજે કર્યા. અને ત્યાં પોતાની સઘળી અને કંઈક રાજ્યની લત ખચ જૈન દેવાલય બંધાયાં. આ અરસામાં કેસરીઆઇ પ્રભુનુ દેવળ નાનું સરખું હશે અગર તે બિસ્માર હાલતમાં હશે તે દેવળને આ લેખમાં જણાવેલા ગૃહસ્થોએ જીર્ણોદ્ધાર કર્યો હશે એમ જણાય છે. કારણ કે લેખના છેલ્લા વાક્યમાં લખાણ છે કે સહેજ શ્રી વાળ વાત આથી સિદ્ધ થાય છે કે નં. ૧૪૬૦માં નંબરને લેખ કે જે એક હજાર વર્ષ અગાઉને લેખ છે. તે પ્રતિમા બિંબ ભરાવ્યાના કે પ્રતિષ્ઠા કરાવ્યાને નહીં પરંતુ જીર્ણોદ્ધાર કરાવ્યાને લેખ છે. આદીશ્વર ભગવાન યાને રાષભદેવજી પ્રભુની પ્રતિમાજી તે બહુપુરાતની છે. આ દેવને જૈનધર્મી પિતાના પ્રથમ તીર્થકર તરિકે સમજી તે નામે ભજે છે ને
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy