SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪ - જેની કેટલીક હકીકતની નકલ પરિશિષ્ઠ ૨ માં મૂકેલી છે તે જોતાં ગેરર્ધન શ્રેષ્ઠિના સમયનું કપડવંજ રાહના આરે હતું. અને તે ઉપર રજપૂત રાજ્ય હતું. ઉપરના પ્રસ્તુત લેખમાં રોવેવની આગ્રહપુર્વકની વિજ્ઞપ્તિથી અને તે વખતના નન ઠાકરની વિનતિથી વિક્રમ સંવત ૧૧૬૮ માં આ ગ્રંથ લખાય છે. એટલે ગોવર્ધન શ્રેષ્ઠિના સમયમાં તે શું પણ તેમના પૌત્રના પુત્રના સમયમાં પણ કપડવંજ રજપૂતના કબજામાં હતું અને તે રાહના આરે વસેલું હતું. સિદ્ધરાજે કુંડ અને બત્રીશ કેઠા વાવ્ય બંધાવેલી તે જગાએ વસ્તી નહોતી. પરંતુ લશ્કરને રહેવાનું અને સંતાવાનું અનુકુળ સ્થાન હતું અને તે લશ્કરની સગવડ :ખાતર આ જળાશય બંધાવ્યાં હતાં કારણ કે સિદ્ધરાજને અને માળવાના રાજા યશોવર્માને બારવર્ષ સુધી લડાઈ ચાલેલી તે સમયે ગુજરાતમાં લશ્કરી થાણુ માટે નજીક અને અનુકૂળ સ્થાન તરિકે કપડવંજ હતું. આ પછી બે સૈકાના અંતરે એટલે સંવત્ ૧૩૫૩ પછીના સમયે રાધનપુરના મુસલમાની લશ્કરે રજપૂત પાસેથી કપડવંજ જીતી લઈ લાડણ બીબીએ સિધરાજનાં બંધાવેલાં સુંદર જળાશયથી આકર્ષાઈ રાહના આરેથી વસ્તીને અહીં વસાવી. નાતના જથાવાર મકાનો બંધાવી શહેરની આજુબાજુ કેટ ચણાવ્યું તે પછી પચાસ વર્ષે એટલે સંવત ૧૪૦૯ માં કેટની નજીક છે તે જુમામસીદ બંધાવી. આ સમય બારમા સૈકાની આખર અને તેરમા સૈકાની શરૂઆતને હતે. ને તે સમયથીજ નીમા વણિક મહાજન કપડવંજમાં આવી વસ્યા છે. જેને હાલ આઠસે વર્ષ થવા જાય છે.) આથી એ બાવન જીનાલયની જગાએ આ મજીદ છે ને તેના સેંયરામાં મુર્તિઓ છે તે અફવા બીલકુલ નાપાયાદાર છે. ભેંયરામાં કેટલાક જોઈ પણ આવ્યા છે. તેમને ખાત્રી થઈ છે કે ભેંયરામાં મૂર્તિઓ નથી. એટલે જૈનમંદિરની એ મજીદ બની છે એ બીના બેટી માલમ પડે છે. આવી બિન ભરોસાલાયક અફવાથી ધર્માન્તર વિમનસ્ય વધે તેમ ન બને ને બને કેમ વ્યવહારિક કાર્યમાં એક બીજા સાથે હળીમળીને વર્તે તે હેતુથી આ સ્પષ્ટિકરણ કર્યું છે. ગોવર્ધન શ્રેષ્ટિએ બંધાવેલું ચૈત્ય રાહના આરે વસેલા કપડવંજમાં હતું તે કાળે કરીને નષ્ટ થયું છે. તેના પાયા વિગેરે અત્યારે જડી આવે છે. આ વસ્તુ સત્ય છે એમ લેખકનું માનવું છે. આ લેખમાં ગોવર્ધન શ્રેષિની અને તેમના વંશજોની નાતનું નામ આવ્યું નથી પરંતુ વાયડકુળમાં જયપતાકા સમાન થયે એમ જણાવ્યું છે. હવે એ વાયડકુળ તે તેમનું પિતાનું કે તેમના ગુરૂ વાયડ ગરછીય જીવદત્ત સુરીશ્વરજીના ગચ્છનું તે પણ સ્પષ્ટ નથી. છતાં અનુમાન થાય છે કે દેશમાં સૈકામાં જ્યારે નાને જન્મ થયે ત્યાર પહેલાં પિતાના ગુરૂના ગચ્છ-કુળ-કે ગોત્રના નામથી
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy