SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે “બાયસેકસ્યુઅલ” હતી, એટલે એક સ્ત્રી અને એક પુરૂષની જોડી યાને “યુગલ” એકી સાથે અવતરતું. તે યુગલ વળી એક સ્ત્રી અને એક પુરૂષની જોડીને જન્મ આપી કાળધર્મ પામતું તેઓ “યુગલીઆ” કહેવાતા. આવાં “બાય-સેકસ્યુઅલ” જંતુઓ હાલ પણ પ્રાણી સૃષ્ટિમાં હયાત છે. “Gyaaundre morph, “ગાય ” Drosophela ડોસોફીલા દાખલા રૂપ છે. વંશત્પત્તિની આ પ્રથા શ્રી આદીશ્વર ભગવાન સુધી ચાલી. પહેલી વખતેજ તેઓશ્રીએ તેમની સાથે જન્મેલી સાથે અને તે ઉપરાંત તેમની સાથે નહીં જન્મેલી એવી બીજી સ્ત્રી સાથે એમ બે સ્ત્રીઓ સુનંદા અને સુમંગળ સાથે લગ્ન કર્યા. તે રીત, તે સમય સુધી ચાલતી આવેલી પ્રથાથી વિરૂદ્ધ હતી. વળી તે લગ્નથી એક પુત્ર અને એક પુત્રી ને બદલે એક પુત્ર અને બે પુત્રીઓને વિસ્તાર પણ થયે. બાય-સેકસ્યુઅલ પ્રથાને તેમણે અંત આણ્યો. યુગલીયા યાને એક ગેત્રમાં લગ્ન કરવાની પ્રથા બંધ થઈ. અને ભિન્ન કુળના પુરૂષ અને ભિન્ન કુળની સ્ત્રી જોડે લગ્ન કરવા કહ્યું. શ્રી આદીનાથજી ના પુત્ર પૈકી ભરત અને બાહુબલજી પરણેલા હતા. તેઓ જુદા કુળ યાને શેત્રની સ્ત્રીઓ સાથે પરણેલા. તેઓ સાથે જન્મ પામેલી “બ્રાહ્મી” અને “સુંદરી સાથે પરણેલા નહીં. શ્રી આદીશ્વર ભગવાનના વખતથી એક જ ગોત્રનાં સ્ત્રી પુરૂષને પરણવાની પ્રથા બંધ કરવામાં આવી, એઠજ ગોત્રમાં લગ્ન કરવાની પ્રથા યુગલીઆ અવસ્થા સુધી ચાલી ત્યાં સુધી શ્રી આદીશ્વર ભગવાન તથા ત્યાર પછી ત્રીપૃષ્ટ વાસુદેવ સિવાય તીર્થંકર ચક્રવર્તિ વિગેરે ૬૩ ત્રેસઠ શલાકા પુરૂષે પૈકી કેઈપણ શલાકા પુરૂષને જન્મ થયો નથી. તે હકીક્ત એક ગેત્રમાં લગ્ન નહીં કરવા બાબત પુરતો પુરાવો છે. રંવાર – ગાંધી નગીનલાલ વાડીલાલ એડવોકેટ-કપડવંજ ગોત્રના ગુણદોષની સમીક્ષા વિજ્ઞાનદષ્ટિએ ઘણી સારી રીતે ભાઈ નગીનલાલે કરી છે. આ ભાઈને પિતાના વકીલના ધંધાને ખપતા કાયદાના જ્ઞાન ઉપરાંત, તિષનું, વિજ્ઞાનનું, સામુદ્રિકનુ તથા શત્પત્તિ વિગેરે શાસ્ત્રનું જ્ઞાન મેળવવાનો શોખ છે. તેમની કર્તવ્યનિષ્ઠ પરાકાષ્ટાએ પહોંચેલી હોવાથી આ શેખથી મેળવેલા જ્ઞાનને લાભ કેઈને આપવાનો વખત તેમને મળતા નથી. માત્ર જ્ઞાતિ પ્રેમની ખાતરજ ઉપર જણાવેલા બે વિધાને લખી આપ્યાં છે તે બહુ અસરકારક અને સૌને જાણવા લાયક છે. આવાં વિધાને લખી આપી અમારા પુસ્તકને શોભાવ્યું છે તે માટે આ સ્થળે અમારા એ યુવાન ભાઈને ધન્યવાદ આપીએ છીએ. પરમાત્મા તેમને દીર્ધાયુ અને જ્ઞાનપિપાસુ વૃત્તિ બક્ષે. એજ પ્રાર્થના કરી વિરમીએ છીએ. ગેત્રની ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક તેમજ જૈન ઐતિહાસિક રીતે ચર્ચા કરવામાં આવી છે. એકજ ગોત્રમાં લગ્ન કરી કેઈપણ વ્યક્તિઓ આવું ભયંકર
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy