SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સમ્રાટ્ સ'પ્રતિ ભારતના આ એવક્ા કુપુત્ર પેાતાના પાડાશી પંજાબનરેશ વીરપુત્ર પારસ જેવા બહાદુર નરેશના પરાજય માટે શાહ સીકંદરને દરેક જાતની સહાયતા આપી. તેણે અતિ ધામધુમથી શાહ સીકંદરનું સ્વાગત કર્યુ... અને આધીનતાસૂચક અનેક જાતનાં નજરાણાં પણ ભેટ ધર્યાં. વળી તેની મદદના વચનથી પંજાબનરેશ પારસને આધીન થવાના સ ંદેશ શાહ સીકંદરે દૂત દ્વારા તક્ષશિલાથી માકલ્યા. જવાબમાં પારસે જણાવ્યુ કે નજરાણાથી નહિ પણ વીરતાથી તમારું સ્વાગત કરવા મારુ લશ્કર તૈયાર છે.” શાહે પારસ તુરતજ બહાદુરીથી ૨૦,૦૦૦ સુસજ્જિત સૈન્ય સાથે તૈયાર થઈ રણક્ષેત્રે · કેશરીયા કરવા બહાર પડ્યા. પારસનું બળવાન શીખસૈન્ય જોઈ શાહ સીક દરે યુક્તિથી કામ લેવાના નિશ્ચય કર્યાં, અને પેાતાની સેનાના જેલમ નદીના કિનારે પડાવ નાખી ત્યાં થાડા સમય માટે સ્થિરતા કરી. જેલમ નદીના કાંઠે થાડા મહિના શાન્તિથી ચાગ્ય સધીની રાહ જોવામાં અને બહાદુર શીખ અમલદારાને દગા-પ્રપંચથી ફાડવાના પ્રયત્ના કરવા પાછળ ગાળ્યા, પરંતુ દેશભક્ત, રાજ્યભક્ત, વફાદાર શીખ અમલદારા અને સૈનિકે ઢાલવશ થઈ શાહની પ્રપંચ જાળમાં લેશમાત્ર સાયા નહી. બહાદુર શીખ સૈન્યના એક પણ અમલદાર યા તે સૈનિકે તેની સામે પણ જોયું નહીં. આ પ્રમાણે લગભગ ચાર મહિના જેટલા લાંબા કાળ જેલમ નદીના કાંઠા ઉપર નીકળી જતાં શાહ સીકંદર મુંઝાયા, પરંતુ જ્યાં ભારતનું દુર્ભાગ્ય પરાધીનતા માટે નિર્માણ થયેલું ડાય ત્યાં તેને કાણુ અફર કરી શકે ? વર્ષાતુની શરૂઆતમાં કૃષ્ણપક્ષની અંધકારમય રાત્રિના સમયે વરસતી ભયંકર વર્ષાધારા અને વીજળીના કડકડાટમય સમયમાં જેલમ નદીના ચઢતા પાણીની પરવા ન કરતાં શાહ સીકંદરે આ અંધકારમય ભયંકર કાળ રાત્રિના લાભ લેવાના નિર્ણય કર્યો. વધતા જતાં જલપ્રવાહના પૂર વચ્ચેથી પેાતાના પ્રચંડ સન્યના ઘણા ભાગને જેલમ નદીની પેલે પાર શાન્તિથી પ્રથમ પ્રહર સમયે ઊતાર્યું, ને ત્યાંથી જેલમના સેાળ માઇલના પટ પર પહોંચ્યાબાદ તરત જ ધેાર વર્ષમય અંધારી રાત્રિના લાભ લઇ પૈારસની અચેત અને નિદ્રાધીન સેના પર હલ્લો કરવા તૈયારી કરી. પારસને આ સમાચાર તુરત પહોંચી ગયા. દગાથી દિગ્મૂઢ થયેલ પારસે તુરત જ પેાતાના પુત્રની સરદારી નીચે બે હજાર ચટી કાઢેલ ખહાદુર લડવૈયાઓની પ્રથમ ટુકડી લડાઇના મેદાનમાં ઉતારી, પરંતુ શાહ સીકંદરના સાવચેત સૈન્યે આમાંનાં ઘણા ભાગના નાશ કર્યો અને બાકીનાને કેદી તરીકે પકડી લીધા. આ યુદ્ધમાં પૈારસના પુત્ર વીરતાભર્યું પરાક્રમ કરી મૃત્યુ પામ્યા. આ પરાજયના સમાચાર તથા પેાતાના પુત્રના બહાદુરીપૂર્વકના મૃત્યુ સમાચાર સાંભળી પારસ જાતે લશ્કરનું આધિપત્યપણું સ્વીકારી પેાતાની વિશાળ સેના સાથે વીરતાથી રણક્ષેત્ર પર આવ્યા.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy