SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રપણાનો ઉપયોગ કરવામાં આવેતો અામનિર્જરાથી મળેલુંત્રપણું આમને આમ ચાલ્યું જાય.ત્રતપણામાં જીવવધારેમાં વધારે ૨૦૦૦ સાગરોપમ સુધી જ રહી શકે, પછી જીવને ફરજિયાત ત્રસપણું છોડી સ્થાવર કાયમાં જવું પડે. ભૂતકાળમાં આપણને ત્રસ જીવો કરતાં સ્થાવર કાય જીવો સાથે વધારે કાળ રહેવાનું થયું છે અને વર્તમાનમાં પણ તેની સાથે રહેવાનું ગમે છે. તેનું મુખ્ય કારણ જીવ માત્ર સુખશાતાને ઇચ્છે છે. કાયાને સુખ–શાતા સ્થાવરથી મળે છે તેથી શાતાને અનુભવવા ત્રસ જીવો સ્થાવર પાસે વધારે જાય. જેમ ભમરો સુગંધ માટે પુષ્પો પાસે જાય અને કમળમાં બિડાઈને મરણને શરણ થાય. ત્રણ જીવોમાં પણ બે પ્રકારના ભેદ છે. ત્રસકાયના મુખ્ય બે ભેદ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય. ત્રચક્તિ ત્રણનાત્ અન્વનાત્ ત્રસાદ જે દુઃખોથી દૂર ખસી શકે, દુઃખોને વ્યકત રૂપે અનુભવી શકે છે. વિકલ એટલે જેને કર્મના ઉદયે પરિપૂર્ણ ઇન્દ્રિય મળી નથી તે વિકલેજિય, જેને પાંચ ઇન્દ્રિય મળી છે તે પચેજિય અને માત્ર જેને એક સ્પર્શેન્દ્રિય મળી છે તે સ્થાવરકાય કહેવાય. સ્થાવ૨કાયને અવ્યક્ત ઇચ્છા હોય.અવ્યક્ત ઇચ્છા રૂપે ઓઘ સંજ્ઞા હોય. જે માત્ર પ્રત્યેક વનસ્પતિમાં સ્પષ્ટ જોવા મળે. વેલડી ઉપર ચડી જાય, નાળિયેર આદિના વૃક્ષ ધનના ભંડાર ઉપર પોતાના મૂળિયા ફેલાવી દે, તે તેની ઓઘ સંજ્ઞા છે. જ્યારે વિકલેન્દ્રિય જીવો પોતાની ઇચ્છા મુજબ ગમનાગમન પ્રવૃત્તિ કરે છે પણ તેને વર્તમાનકાળ રૂપ હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. જે જે ઇન્દ્રિયોની પ્રાપ્તિ થાય તે તે ઈન્દ્રિયોને ઈષ્ટ વિષયોને પ્રાપ્ત કરવા અને અનિષ્ટ ઈન્દ્રિયોના વિષયોથી દૂર થવા માટે હરવા–ફરવા રૂપ મળેલી શક્તિ જે ત્રણ નામ કર્મના ઉદયથી મળે છે. આમ જીવ ઈષ્ટની શોધમાં અનિષ્ટથી દૂર ભાગવા દ્વારા કર્મવૃદ્ધિ કરવાનું કામ કરે છે. તેથી તેમને જેમ-જેમ ઈન્દ્રિય અધિક મળે તેમ તેમ કર્મોનો બંધ અધિક વધતો જાય છે. બેઈજિયને એકેન્દ્રિય કરતાં ૨૫ ગણો કર્મબંધ વધે, તેઇન્દ્રિયને ૫૦ ગણો કર્મબંધ વધે, ચઉરિન્ટિયને ૧૦૦ ગણો કર્મબંધ વધે, બેઈજિયથી જીવવિચાર // ૧૨૫
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy