________________
અનુભવતા હોય છે. એક બીજા પ્રત્યે અવ્યક્ત કેષ પરિણામ તેઓને રહેલો હોય છે. અનાદિકાળ સુધી જીવ અનંતા શરીરવાળાની સાથે રહેવા ટેવાયેલા હોવાથી તેને શરીરવાળાઓનો સંગ છોડવો ગમતો નથી. પરનો સંગ જેટલો વધારે તેટલું આત્માને દુખ વધારે અને પરનો સંગ જેટલો ઓછો તેટલું આત્માને સુખ વધારે.
મોક્ષ માર્ગમાં છોડવાની પ્રધાનતા છે અને આપણને છોડવાનું ગમતું નથી. અનાદિકાળથી જે પકડ્યું છે તે છોડ્યા વિના આત્માને સુખનો અનુભવ નહીં થાય. મિથ્યાત્વના ઉદયે મોટા ભાગના જીવોને પર વસ્તુ મેળ વવામાં સુખનો ભ્રમ પ્રગટ થયો છે, તેથી જેટલું બહારનું વધારે મળે તેમાં વધારે સુખ માની વધારે દુઃખી થાય છે.
આમ જીવ સૂક્ષ્મપણામાં દીર્ઘકાળ વ્યતીત કરી ત્યાં અકામ નિર્જરા દ્વારા બાદરપણાને પામે. એટલે સૂક્ષ્મપણામાં સૌથી ઓછી અકામ નિર્જરા થાય તેના કારણે ઘણા ભવો સૂમપણાના બંધાય.એમદીર્ઘકાળ વ્યતીત થયા પછી અકામનિર્જરા વધતાં જીવબાદરપણાનું આયુષ્યબાધી સૂક્ષ્મ કાયામાંથી બાદર કાયામાં આવે. સૂકમપણામાંથી સીધો આત્મા–સપણાને પામી શકતો નથી પણ બાદર એકેન્દ્રિયમાંથી ત્રાસપણાને પામી શકે અને તે પણ તેઉ–વાઉ સિવાય. જેમ મરુદેવીનો આત્મા સૂમ નિગોદમાંથી બાદર નિગોદમાં આવી ત્યાંથી પ્રત્યેક વનસ્પતિમયમાં, ત્યાંથી સીધોમનુષ્યભવમાં આવી મોક્ષને પામ્યો.
બાદર નિગોદને અનંતકાય પણ કહેવામાં આવે છે. ગાથા : ૯
કદા અફર કિસલય, પણગા સેવાલ ભૂમિકોડાય, અલ્લતિય ગજજર મીત્વ, વજુલા વેગ પલંકા ૯ાા
કંદ, અંકુરા, કુંપલો, ને પચવરણી નીલ ફૂગ, સેવાલ, ગાજર, મોથ, વત્થલ, શાક, પાલખું જાણ થાગ;
જીવવિચાર // ૧૦૦