SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોના જાળાને બાજુએ મૂકવા. મનને બે જ દિશાનો ખ્યાલ છે : વિચાર અથવા નિદ્રા. ત્રીજી અવસ્થા હવે અનુભવવી છે. જ્ઞાનસારે કહ્યું છે : તમારી કહેવાતી જાગૃતિ અને નિદ્રામાં કોઈ ફરક નથી. ' બન્નેમાં વિચાર છે જ. વિચારનું પગેરું શોધો. પગી શું કરે ? મેં એવા પગી જોયા છે જેઓ ઝાડ પરથી તાકત ભૂમિમાં જતા ચોરના પગલા ઓળખી લે. શુભનો વાંધો નથી. અશુભ વિચાર ન જોઈએ. - મંદિરમાં અમૃતરૂપ પ્રભુ પાસે પણ એક વ્યક્તિથી વિચાર બદલી જતો હોય છે. આતમ જ્ઞાને મન-વચન-કાય રતિ છોડ; તો પ્રગટે શુભવાસના, ધરે ગુણ અનુભવ કી જોડ.” - સમાધિશતક વચનાનંદ સેવો. વચન-રતિ છોડો. કાયાનંદ સેવો. કાય-રતિ છોડો. કોઈ કહે : સરસ ગાયું ! ને આપણે પ્રભુ-ભક્તિમાંથી અહમાં આવી જઈશું. “મેં સાધના ક્યાં કરી ? સાધના પ્રભુએ કરાવી” એમ ન કહી શકો ? “પ્રભુ ! તારો આભાર. તારા શબ્દો બોલવાની તક આપી.' એમ વ્યાખ્યાન પછી હું કહું. તારી સાધનાની પ્રશંસા લઈને પ્રભુ ! તું મને નિર્ભર બનાવી દે.' એમ પ્રભુને પ્રાર્થો. ઝેન આશ્રમમાં લખેલું હોય છે : No mind please. No sound please. મનના આધાર પર પ્રભુ-શબ્દો ન લઈ શકાય. માત્ર હૃદયથી જ પ્રભુ-શબ્દો લઈ શકાય. - જ્ઞાતતત્ત્વતા : બુદ્ધિથી. ૩૦ % = * * * * * * * * કહે,
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy