SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ, અનુમાન અને યોગાભ્યાસનો રસ આ ત્રણથી પ્રજ્ઞાને પરિકર્મિત કરતો સાધક ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. ભગવતીમાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે તે એમને એમ નથી કરતા. ભગવતીમાં લખ્યું છે : ‘જ્ઞાળોળણ' અર્થ પોરસીમાં ધ્યાન કોઠામાં પ્રવેશ કરીને પછી પૂછતા હતા. જેમ-જેમ તેનું ધ્યાન ધરાય તેમ તેમ નવા-નવા અર્થો સ્ફૂરતા જ જાય. શ્રુત-કેવળીઓમાં પણ અર્થ-ચિંતનમાં પરસ્પર તરતમતા હોય, પરસ્પર છટ્ઠાણવિડયા હોય. જેટલું ચિંતન ઊંડું, અર્થ તેટલા વધુ સ્ફુરે ! ઘડીયાળમાં બધા જ સ્પેરપાર્ટો કામના છે, તેમ સાધુ-જીવનના સર્વ અંગો કામના છે. અઢારેય હજાર શીલાંગ કામના છે. એક પણ અંગ બગડે તો આરાધનાનું ઘડીયાળ અટકી જાય. — પુણિયા શ્રાવકનું સામાયિક કેમ વખાણ્યું ? એનું મન એટલું સ્થિર અને પવિત્ર રહેતું કે કોઈપણ અશુદ્ધિ તરત જ પકડાઈ જતી. આથી જ અજાણતાં પાડોશીનું છાણું આવી જતાં એનું મન સામાયિકમાં લાગ્યું ન્હોતું ! તમારી પાસે કેટલું અન્યાયનું ધન હશે ? પછી તમે કહો છો : માળામાં મન નથી લાગતું. ક્યાંથી લાગે ? આપણે કેટલા અતિચારોથી ભરેલા છીએ ? પછી મન ક્યાંથી લાગે ? પુણિયા શ્રાવકને આટલી કાળજી રાખવી પડે તો આપણે કાંઈ જ કાળજી નહિ રાખવાની ? આત્માને આશ્વાસન આપી શકાય તેવી સાધના ન કરું તો મારું સાધુપણું શા કામનું ? એવો વિચાર નથી આવતો ? નાનકડો બાળક રમતાં ૧૦ લાખની થપ્પી સળગાવી દેતો હોય, તે જોઈને તેના પિતાને કેટલું દુઃખ થાય ? એવું જ દુઃખ અમને થઈ રહ્યું છે : સંયમમાં થતી અશુદ્ધિઓ જોઈને, થતા પ્રમાદને જોઈને. આગમ, અનુમાન અને યોગાભ્યાસથી પ્રજ્ઞાને પરિકર્મિત ક૨વાનું અજૈનો કહે છે. આપણા રિભદ્રસૂરિજી કહે છે : * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૧૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy