SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ઉવસગહરંની અમુક ગાથાઓ એટલે જ ભંડારી દેવી પડી ને ? ભગવાનની સ્તુતિ કરતા લોકો પોતાના સંસારી કાર્યો પણ કરાવવા મંડ્યા. શંખેશ્વરમાં આજે આ જ ચાલે છે ને ? - આગમના એકેક અક્ષરમાં ભગવાન દેખાતા હોય તો અભ્યાસ છોડી દઈએ ? આગમમાં રસ ન પડે ? ફોન નં. તમે ઘૂમાવો તો કદાચ તે વ્યક્તિ સાથે સંપર્ક ન થાય તેવું બને પણ ખરું, પણ આગમના અક્ષરો દ્વારા ભગવાન ન મળે તેવું ન જ બને. શરત માત્ર એટલી તમારું મન ભગવન્મય જોઈએ. મારું મન પણ ક્યારેક જ ભગવન્મય બની શકે છે. વિક્ષિપ્ત અવસ્થામાં જ મન પ્રાયઃ વધુ રહેતું હોય છે. આપણને તો આપણા નામની, આપણા અહંની પડી છે. ભગવાન સાથે શું લેવા-દેવા છે આપણને ? પછી ભગવાન શી રીતે હૃદયમાં આવે ? - સૂત્ર-અર્થ તો હજુ કરીએ છીએ, પણ તદુભયમાં કેમ ખામી છે ? આત્માના અનંત ગુણોમાં મુખ્ય આઠ ગુણો છે. તે ગુણો રોકવા જ જ્ઞાનાવરણીયાદિ આઠ કમ ચોટેલા છે. આમાં પણ મુખ્ય મોહનીય છે. તેણે બે ખાતા સંભાળ્યા છે : દર્શન અને ચારિત્ર રોકવાના. મોહનું જોર હોય ત્યાં સુધી ‘તદુભય ન આવે. તદુભય માટે ખાસ ચારિત્રા મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. એ પૂર્વે દર્શન મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. - હું બોલું તેનું કોઈ મહત્ત્વ નથી. સામે શાસ્ત્ર-પંક્તિ હોય તો જ મહત્ત્વનું છે. * ૪ તીર્થકર નામકર્મ કોને બંધાય ? માત્ર બાહ્ય તપક્રિયાથી નહિ, ૪૦૦ ઉપવાસથી નહિ, પણ જેણે ભગવાન સાથે સમાપત્તિ સાધી તેને જ બંધાય. બાકી બાહ્ય તપશ્ચર્યા તો અભવ્ય પણ કરી શકે. ધ્યાનની સાધના દ્વારા પ્રજ્ઞા પરિકર્મિત ન બને ત્યાં સુધી આગમનું ઐદંપર્ય ન મળે. જૈનેતરોમાં કહ્યું છે : आगमेनानुमानेन, योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy