SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ આવું જોવા મળે ? પ્રેમભાવ પણ કેવો ? દરેક પ્રસંગે દરેક આચાર્ય ભગવંત ઉપસ્થિત થઈ જ જાય ! અહીં પણ તમે અનેક સમુદાયના અનેક આચાર્ય ભગવંતો જોઈ રહ્યા છો. આવા મોટા પ્રસંગે આવા કારમા દુષ્કાળ પ્રસંગે જીવદયાની ટીપ થવી જ જોઈએ. અમારા મુહૂર્તને થોડીક જ વાર છે. તેટલા સમય સુધી તમે જીવદયાનું કાર્ય કરી લો, તેમ ઈચ્છું છું. પૂજ્ય કલાપ્રભસૂરિજી : વિશ્વમાં અજોડ જૈનશાસન આપણને જન્મથી મળ્યું છે. જો આ શાસન ન મળ્યું હોત તો આવા પ્રસંગો આપણે જોઈજાણી-માણી શકત નહિ. પૂર્વ જન્મમાં મને કે કમને આપણને શાસનને જોઈ પ્રેમ થયો જ હશે ! એટલે જ આ શાસન મળ્યું જિનેશ્વરોએ ફરમાવેલી પ્રવ્રયા વિશ્વનું મહાન આશ્ચર્ય છે. નાની-નાની ઉંમરમાં સર્વ ત્યાગના માર્ગે જનારને જોઈ હૃદય ઝૂકી જાય. આનું અનુમોદન હૃદયથી થઈ જાય તો ભાવિકાળમાં ચોક્કસ સર્વ ત્યાગનો માર્ગ ખુલે જ. બીજો પ્રસંગ છે, પદ-પ્રસંગનો. દુનિયા કરતાં જુદા જ પ્રકારનો લોકોત્તર પ્રસંગ છે. તમે પૂ. ગુરુદેવની પાછળ રહેલા ચિત્રમાં જોઈ શકો છો : ખુદ ભગવાન પોતાના શિષ્યોને ગણધર પદ આપી રહ્યા છે. એટલે કે પોતાની શક્તિઓની સ્થાપના તેઓમાં કરી રહ્યા છે. જૈનશાસનનો સાધુ ઈચ્છા-રહિત હોય છે. પરમ-પદ સિવાય એને બીજા કોઈ પદની ઈચ્છા હોતી નથી. પૂ. ગુરુદેવ જ પોતાના યોગ્ય શિષ્યને યોગ્ય પદ આપે છે. વિનીત શિષ્ય ગુરુ આજ્ઞાને વધાવીને પદ સ્વીકારે છે. ત્રણ મુનિઓમાં એકને પંન્યાસપદ તથા અન્યને ગણિપદ-પ્રદાન અહીં થઈ રહ્યું છે. ત્રણે મુનિઓની ઈચ્છા ન્હોતી કે પદ મળે. તમારે ત્યાં અમુક એજ્યુકેશન પછી ડીગ્રી મળે છે. * * * * * * * * * * * * * ૩૫૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy